કોઠારીયા સોલ્વન્ટમાં કારખાનામાંથી રૂ.1.20 લાખના કોપર વાયરની ચોરી - At This Time

કોઠારીયા સોલ્વન્ટમાં કારખાનામાંથી રૂ.1.20 લાખના કોપર વાયરની ચોરી


કોઠારીયા સોલ્વન્ટમાં કારખાનામાંથી રૂ.1.20 લાખના કોપર વાયરની ચોરીનો બનાવ સામે આવતાં આજીડેમ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી એક શખ્સને સકંજામાં લઈ પૂછતાછ હાથ ધરી હતી.બનાવ અંગે કોઠારીયા રોડ પર આસોપાલવ શેરી નં.5 માં ધારેશ્વર મંદિર વાળી શેરીમાં રહેતાં ઘનશ્યામભાઈ ભરતભાઈ સખીયા (ઉ.વ.26) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કોઠારીયા સોલવન્ટ, સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયા 66 ફુટ મેઈન રોડ ઉપર શ્રીજી ઈલેકટ્રીક એન્ડ પાવર ટુલ્સ નામે કારખાનાનો શેડ ધરાવી વેપાર ધંધો કરે છે.
ગઈ તા.21 ના રાત્રીના સાડા આઠ વાગ્યે તેઓ કારખાનાના શટરને તાળું મારી ઘરે ગયેલ અને બીજા દીવસે તા.22 ના સવારના કારખાને ગયેલ અને કારખાનાના શટરનું તાળું ખોલી અંદર પ્રવેશ કરતા કારખાના શેડનું ઉપરના ભાગે આવેલ પતરું તુટેલ હાલતમાં હતું. જેથી કારખાનામાં તપાસ કરતા પાછળના ભાગે આવેલ કોપર વાયરના ચાર બાચકા જેમાં 120 કિલોગ્રામ રૂ.1.25 લાખનો જથ્થો હતો. જે કોપર વાયરના બાચકા જોવામાં આવેલ નહીં. આજુ-બાજું તેમજ કારખાનામાં અન્ય જગ્યાએ તપાસ કરેલ પરંતુ મળી આવેલ નહીં. જેથી કારખાનામાં શેડનું પતરું તોડી અંદર પ્રવેશ કરી કારખાનામાં રાખેલ કોપર વાયરના બાચકા નંગ-4 રૂ.1,25 લાખના મુદામાલની ચોરી કરી અજાણ્યાં તસ્કરો નાસી છૂટ્યા હતાં.બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી પીએસઆઇ જગતસિંહ રાણા અને ટીમે તપાસનો ધમધમાટ આદરી એક શખ્સને પકડી સઘન પૂછતાછ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.