સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં ઠેર ઠેર મસમોટા ગાબડા પડવાથી વાહન ચાલકોને હાલાકી - At This Time

સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં ઠેર ઠેર મસમોટા ગાબડા પડવાથી વાહન ચાલકોને હાલાકી


સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં મુખ્ય માર્ગો પર મસમોટા ગાબડા પડી જવાથી રસ્તો સ્વિમિંગપુલ જેવો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મેન રોડ જવા માટે રોડ પરના ગાબડાઓના કારણે તમામને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી અને કીચડમાંથી જવા લોકો મજબૂર બન્યા છે જેને કારણે હાલ વરસાદી પાણી ભરાતાં તેમજ કાદવ કીચડના કારણે ત્યાંથી પસાર થતાં રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે ઘણા બધા નાના મોટા અકસ્માત પણ સર્જાય છે છતાંય તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવતી નથી જાણે તંત્ર કોઈ ધોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.