28 મેના રાજકોટ સહિત 79 કેન્દ્રમાં UPSCની પ્રિલિમ્સ પરીક્ષા લેવાશે, 13.50 લાખ ઉમેદવાર
40 અધિકારીને પરીક્ષા સંચાલનની તાલીમ અપાઇ.
અધિકારીઓને કોવિડ ગાઈડલાઈન, ગુપ્તતા સહિતના મુદ્દે માહિતગાર કર્યા.
કેન્દ્રીય જાહેર સેવા આયોગ (યુ.પી.એસ.સી.) દ્વારા રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી પરીક્ષાઓના સંચાલન અંગે સોમવારે રાજકોટ કેન્દ્રના સ્થળ સંચાલકો, નિરીક્ષકોની તાલીમ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં જણાવાયું હતું કે, યુ.પી.એસ.સી.ની પ્રિલિમ-પરીક્ષા 28 મે 2023ના રોજ દેશમાં 79 કેન્દ્ર પર યોજાશે. જેમાં આશરે 13.50 લાખ ઉમેદવાર જોડાય તેવી શક્યતા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.