વેરા વસુલાત શાખાએ આજે 16 મિલકત સીલ, 34 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ, 1.71 કરોડની રિકવરી - At This Time

વેરા વસુલાત શાખાએ આજે 16 મિલકત સીલ, 34 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ, 1.71 કરોડની રિકવરી


આજે વેરા-વસુલાત શાખા દ્વારા 16 મિલકત સીલ કરી છે. તેમજ 34 મિલકતને ટાંચ જપ્તીની નોટિસ ફટકારી 1.71 કરોડની રિકવરી કરવામાં આવી છે. અત્યારસુધીમાં આવક રૂ.307.01 કરોડની આવક થઈ છે. હાલ સિલિંગ અને રિકવરીની કામગીરી ચાલુ છે. તેમજ વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમના છેલ્લા 4 દિવસ બાકી હોય રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 31/03/2023 છે. આથી વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.