રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-4 પર દિવ્યાંગો માટે અસુવિધા - At This Time

રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-4 પર દિવ્યાંગો માટે અસુવિધા


DRMએ કહ્યું, જાન્યુઆરીમાં લિફ્ટ બની જશે

રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં-4 બની ગયું તેના એક વર્ષ થવા છતાં હજુ સુધી ત્યાં દિવ્યાંગ કે વડીલો માટે કોઈ સુવિધા મળતી નથી. જાણીતા હાસ્ય કલાકાર જય છનિયારાનો એક વીડિયો ગુરુવારે ફરતો થયો છે જેમાં તેઓ જણાવે છે કે, મારી રોજીરોટી અને આજીવિકા ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી રાજકોટ રેલવે સ્ટેશનથી અલગ અલગ સ્થળે કાર્યક્રમો કરવા માટે જતો હોવ છું. પણ જ્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેન આવે ત્યારે અમારું બ્લડપ્રેશર વધી જાય છે. કારણ કે, ત્યાં જવા માટે દિવ્યાંગો કે સિનિયર સિટિઝનો માટે પણ લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા નથી. તેમજ કોઈ બેટરી કે બેબી કારની સગવડ પણ નથી. વિકાસની મોટી વાતો કરતાં પહેલા સરકારે મારા જેવા દિવ્યાંગો તેમજ સિનિયર સિટિઝનો માટે સરકારે એસ્કેલેટર કે લિફ્ટની સુવિધા કરવી જરૂરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.