અંકલેશ્વર ગુરુકુલના ધોરણ 11 સાયન્સના નવા વિદ્યાર્થીઓએ નુતન સત્રારંભે વર્ગખંડમાં પ્રવેશ કરતા પહેલા નિજમંદિરમાં પૂજા - પાઠ સાથે ભગવાનના દર્શન કર્યા. - At This Time

અંકલેશ્વર ગુરુકુલના ધોરણ 11 સાયન્સના નવા વિદ્યાર્થીઓએ નુતન સત્રારંભે વર્ગખંડમાં પ્રવેશ કરતા પહેલા નિજમંદિરમાં પૂજા – પાઠ સાથે ભગવાનના દર્શન કર્યા.


અંકલેશ્વર ગુરુકુલના ધોરણ 11 સાયન્સના નવા વિદ્યાર્થીઓએ નુતન સત્રારંભે વર્ગખંડમાં પ્રવેશ કરતા પહેલા નિજમંદિરમાં પૂજા - પાઠ સાથે ભગવાનના દર્શન કર્યા.

ગુરુકુલીય શિક્ષણ નીતિમત્તા સાથે ઉત્તમ જીવન જીવવાની પ્રેરણા આપે છે.

જીઆઇડીસી સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓએ નવા સત્રના આરંભે ભગવાન સમક્ષ પૂજા - પાઠ કરી વર્ગખંડમાં પ્રવેશ કરીને અભ્યાસ દિવસની શુભ શરૂઆત કરી હતી. આ તકે સંસ્થાના વડા કૃષ્ણસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તથા ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. ભગવાનના મંદિરમાં વિદ્યાર્થીઓના કપાળે તિલક - ચાંદલો, ભગવાનનું પ્રસાદીનું ફુલ તેમજ પેંડાની પ્રસાદી આપીને ગુરુકુળ પરિવાર વતી સાયન્સ વિભાગના ડો, અશોક સર તેમજ ડો, પુરવ સરે શુભેચ્છાઓ પાઠવી હતી. ટ્રસ્ટી જયસ્વરુપ શાસ્ત્રીએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ઉદ્દેશીને એવું કહ્યું હતું કે, સાચું શિક્ષણ એ જ છે જે તમને સાચા કુટુંબસેવક, પરિવારસેવક અને રાષ્ટ્રસેવક બનાવે. જે શિક્ષણ તમને ગુરુકુલ પરિસરમાંથી પ્રાપ્ત થશે અને તે શિક્ષણ કાયમી ટકી રહેશે.
અહેવાલ કનુભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.