સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું
બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મુકેશ પરમારે પોતાને મળેલી સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૧૪/૧૨/૨૦૨૨ ના રોજથી તા.૨૮/૧૨/૨૦૨૨ (બંન્ને દિવસો સહિત) સુધીની મુદત માટે કોઇપણ સભા/સરઘસ/રેલી માટે ઉક્ત મનાઇ હુકમ ફરમાવ્યો છે.
ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમા જોડાનાર વ્યકિતઓને તેમજ સબંધિત તાલુકા એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી/સક્ષમ અધિકારીશ્રીની કાયદેસર પરવાનગી મેળવેલ લોકોને ઉક્ત હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવા માટે ફરજ પરના કોઇપણ હેડકોન્સ્ટેબલને તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.
Report, Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.