બોટાદ જિલ્લાના મોટા સખપર ગામે જુગાર રમતા સાત શકુની ઝડપાયા - At This Time

બોટાદ જિલ્લાના મોટા સખપર ગામે જુગાર રમતા સાત શકુની ઝડપાયા


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકા ના મોટા સખપર ગામે થી હાર જીત નો ગંજી પાનાં વડે જુગાર રમતા સાત શકુની ની ગઢડા પોલીસે ધરપકડ કરી જુગાર ધારા ની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકા માં ગઢડા પોલીસ ના ભગીરથસિંહ ગોહિલ, અજયભાઇ, હરદીપસિંહ ગોહિલ પેટ્રોલિંગ માં હોય તે દરમ્યાન પૂર્વ બાતમી ના આધારે મોટા સખપર ગામે જાહેર માં હાર જીત નો ગંજી પત્તા પાના વડે જુગાર રમતા ઉમેશ પરસોત્તમભાઈ મકવાણા, વિપુલ રામજીભાઈ મકવાણા, અશોક ગુલાબભાઈ વળોદરા, દિલીપ ઉર્ફે વિપુલ ગુલાબભાઈ વળોદરા, સુનિલ સુરેશભાઈ ગઢાદરા, મુન્ના કેશુભાઈ સાંકળીયા, તમામ રહે મોટા સખપર ભુપત મધાભાઈ વાઘેલા રહે ભીમડાદ 10,360 રોકડ રૂપિયા સાથે પકડાય જઈ ગુન્હો કર્યા બાબતે ઉપરોક્ત તમામ આરોપી સામે જુગાર ધારા ની કલમ હેઠળ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે નિતેશભાઈ ગઢવી એ ફરિયાદ નોંધાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.