મવડીની આસમાન સિટીમાં આર્થીકભીંસથી કંટાળી નરેશભાઈ લીંબસિયાનો ફાંસો ખાઈ આપઘાત - At This Time

મવડીની આસમાન સિટીમાં આર્થીકભીંસથી કંટાળી નરેશભાઈ લીંબસિયાનો ફાંસો ખાઈ આપઘાત


મવડીમાં આવેલ આસમાન સિટીમાં રેસિડેન્સીમાં આર્થીકભીંસથી કંટાળી નરેશભાઈ લીંબસિયા નામના યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
બનાવની મળતી વિગત મુજબ મવડીમાં 80 ફૂટ રોડ પાછળ રામધણમાં આવેલી આસમાન સીટીમાં બી વિંગ ફ્લેટ નં-203 માં રહેતા નરેશભાઈ ગિરધરભાઈ લીંબાસીયા (ઉ.વ.45) નામના યુવકે ઘરે રૂમના પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનોએ 108ને જાણ કરી હતી. 108ની ટિમ બનાવના સ્થળે પહોંચી ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક બે ભાઇમાં મોટા હતા અને સંતાનમાં એક પુત્ર છે, પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને કેટલાક સમયથી બીમારી પણ હતી. આર્થિકભીંસના કારણે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.