રાજુલામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે - At This Time

રાજુલામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે


રાજુલામાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

રાજુલા શહેર સ્વૈચ્છિક બંધ રહેશે

શિવરાત્રીને દિવસે શિવજીની શોભાયાત્રા નું ભવ્ય આયોજન

જુદી જુદી વેશભૂષા સાથે રથયાત્રા નીકળશે

આ વખતની શોભાયાત્રા નું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવાશે

વર્ષોથી પરંપરાગત રીતે રાજુલા શહેરમાં મહાશિવરાત્રીની ભવ્ય થી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે અને જે ઉજવણીના ભાગરૂપે રાજુલા શહેરના શિવભક્ત દીપક ઠેકેદાર દ્વારા શિવરાત્રી ના દિવસે શોભાયાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે અને જે જન્માષ્ટમીની જેમ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે તેવી રીતે આ શોભાયાત્રા તારીખ 26 ફેબ્રુઆરીના રોજ રાજુલા શહેર માં મહાશિવરાત્રી હોય ત્યારે મહાશિવરાત્રીના દિવસે આ શોભા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે શહેરના વેપારીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાશિવરાત્રીના ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવેલ છે આ રથયાત્રામાં વિવિધ જાતના ફ્લોટો તૈયાર કરવામાં આવશે તેમજ કલાત્મક રથ તથા શિવજીની મૂર્તિઓ પણ મૂકવામાં આવશે વિવિધ જુદી જુદી વેશભૂષા સાથે શહેરના માર્ગો પરથી આ શોભાયાત્રા નીકળશે મહાશિવરાત્રીના દિવસે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ફટાકડા તેમજ બહેનો માટે ખાસ રાસ ગરબા સાથે ડી.જે.ની અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે દેશી ઢોલ આધુનિક બેન્ડવાજા સાથે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ આ શોભાયાત્રામાં શિવજીની વેશભૂષા પણ ધારણ કરવામાં આવશે રાજુલા શહેરને સંપૂર્ણપણે શણગારવામાં આવશે ભૂદેવનાથ મંદિરેથી એટલે કે એસટી વર્કશોપ પાસેથી આ શોભાયાત્રા પ્રસ્થાન થશે રાજુલામાં શહેર માં સૌ પ્રથમવાર સોસાયટીમાંથી કોઈપણ જાતની શોભાયાત્રા નીકળી હોય તેવું આ પ્રથમવાર આ શોભાયાત્રા નું આયોજન થતા સોસાયટી વિસ્તાર ના લોકો માં આ શિવરાત્રી ઉજવવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજન કરવામાં આવતા આ સોસાયટીમાં રહેશો તેમજ વેપારી ઓ વિવિધ ધાર્મિક સંસ્થાઓ આગેવાનો વગેરે દ્વારા આ શોભાયાત્રા ને ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય તેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ સોસાયટીઓને પણ શણગારવામાં આવશે અને આ શોભા યાત્રા કુંભનાથ સુખનાથ મહાદેવ ખાતે પૂર્ણ થશે સાથે સાથે મહા આરતી યોજાશે ગામડાના લોકોને પણ આ શોભાયાત્રામાં જોડાવા માટે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ દ્વારા અપીલ કરવામાં આવી છે રાજુલા શહેરમાં મહાશિવરાત્રીને દિવસે યોજાનર શોભાયાત્રા ની વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો ચેમ્બર ઓફ કોમર્સ શિવ રુદ્ર ગ્રુપ રુદ્રગણ તેમજ શિવ ઉત્સવ કમિટી તેમજ રાજુલા શહેરની વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે
ત્યારે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતેથી પાણી લાવશે અને લોકોને આ પાણી પ્રસાદી રૂપી આપવામાં આવશે જે ટ્રેક્ટરમાં પાણીના માટલા પ્રસાદી રૂપી મુકવામાં આવશે રથયાત્રા પૂર્ણ થયા બાદ શિવતાં દાસ કવિ ના ઉદાસ એવા દીપક ઠેકેદાર પગપાળા સોમનાથ યાત્રા માં રવાના થશે મહાશિવરાત્રીના દિવસે રાજુલા શહેરમાં વેપારીઓ સંપૂર્ણપણે બંધ રાખશે તેવું વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે યુવરાજભાઈ ચાંદલીયા જણાવે છે
ક્યારે આ શોભાયાત્રામાં રાજુલા શહેરના તે મુજબ ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોને ખાસ પધારવા જાહેર નિયંત્રણ પાઠવવામાં આવે છે


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image