બોટાદ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર/ખાળકુવા સફાઈ અંગે ચેતવણી જાહેર કરાઈ - At This Time

બોટાદ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર/ખાળકુવા સફાઈ અંગે ચેતવણી જાહેર કરાઈ


બોટાદ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર/ખાળકુવા સફાઈ અંગે ચેતવણી જાહેર કરાઈ

સફાઈ કામ સાથે સંકળાયેલા કામદારોએ કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે દબાણને વશ થઇ ભૂગર્ભ ગટર/ખાળકુવા/સેપ્ટિક ટેંક/મેનહોલની અંદર સફાઈ માટે ઉતરવું નહીં

     શહેરોની ભૂગર્ભ ગટર સફાઈની કામગીરી સબંધે ધી પ્રોહીબીશન ઓફ એપ્લોયમેન્ટ એઝ મેન્યુલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩ તથા સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશો મુજબ કોઈપણ કામદારને ભૂગર્ભ ગટર/ ખાળકુવા/સેપ્ટિક ટેંક/મેનહોલની અંદર ઉતારીને સફાઈ કરાવવાની નથી. આ પ્રકારે સફાઈ કરતા સમયાંતરે માનવ મૃત્યુ થયાના દુ:ખદ બનાવો બનેલા છે. ભૂગર્ભ ગટર/ ખાળકુવા/ સેપ્ટિક ટેંક/મેનહોલની અંદર સફાઈ કામ માટે કામદારોને ઉતારનાર સામે કાયદેસરની કાર્યવાહી થવાને પાત્ર છે.

    સર્વે ખાનગી સોસાયટી/ ફલેટો/ રહેણાંક વસાહતો/ હોટલો /રેસ્ટોરન્ટો/ હોસ્પિટલો/ પેઢીઓ/ કારખાનાઓ/સંસ્થાઓના માલિક-સંચાલકો તેમજ સફાઈ કામ સાથે સંકળાયેલા ઇજારદારોને સૂચિત કરવામાં આવે છે કે, તેઓએ ઉપર જણાવ્યા મુજબ  કામદારને ગટર સફાઈ કરવા માટે કુવા, કુંડી કે મેનહોલની અંદર ઉતારવા નહીં. સફાઈ કામ સાથે સંકળાયેલા કામદારોએ કોઈ પણ પ્રકારના લોભ, લાલચ કે દબાણને વશ થઇ ભૂગર્ભ ગટર/ખાળકુવા/સેપ્ટિક ટેંક/મેનહોલની અંદર સફાઈ માટે ઉતરવું નહીં.

      બોટાદ નગરપાલિકા પાસે ખાળકુવા/સેપ્ટિક ટેંક સાફ કરવાની મશીનરી અને ભૂગર્ભ ગટર સાફ કરવાની મશીનરી ઉપલબ્ધ છે. જેથી કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો નગરપાલિકાની સેનિટેશન શાખાનો સંપર્ક કરવા ચીફ ઓફિસર, બોટાદ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.