બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી પડી ગયેલ હીરાનું પાકીટ પરત અપાવતી બોટાદ પોલીસ - At This Time

બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી પડી ગયેલ હીરાનું પાકીટ પરત અપાવતી બોટાદ પોલીસ


બોટાદ સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) સર્વેલન્સ ટીમની મદદથી પડી ગયેલ હીરાનું પાકીટ પરત અપાવતી બોટાદ પોલીસ

ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારી, મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં ટેકનોલોજી સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) નો ઉપયોગ કરી લોકોને ઉપયોગી બની સેવા કરવા સુચના આપેલ જે સુચનાની અમલવારી કરાવવામાં આવી રહી છે.
તા.૦૩/૦૩/૨૦૨૩ ના રોજ એક અરજદાર અત્રેના સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ (નેત્રમ) ખાતે આવેલ અને જણાવેલ કે, તા.૦૩/૦૩/૨૦૨૩ ના બપોરના ક.૧૪/૦૦ થી ક.૧૫/૦૦ વાગ્યા દરમ્યાન તેઓ લીમડાચોક, શિવાલય મંદિર પાસે પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢતી વખતે હીરાનો લોટ પડી ગયેલ હોય અને હીરાના પાકીટમાં આશરે રૂપિયા ૨૦,૦૦૦/- થી ૨૫,૦૦૦/- ની કિંમતના હીરા હોય અને આ બાબતે બોટાદ પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ ત્યારબાદ તેઓએ ઘણી શોધખોળ કરવા છતાં મળેલ નહી, જેથી તેઓએ બોટાદ પોલીસની મદદ માંગતા સી.સી.ટી.વી. કમાન્ડ & કંટ્રોલ સેન્ટર (નેત્રમ) નો સંપર્ક કરી સઘળી હકીકત જણાવતા ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ફરજ પરના નેત્રમના સર્વેલન્સના પોલીસ કર્મચારી (૧) અના.હે.કો., જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ, (૨) અના.પો.કો., ધર્મેશભાઈ અરવિંદભાઈ જીડીયા, (૩) આર્મ. લોકરક્ષક, સંદીપકુમાર ગીરીશભાઈ રાઠોડ, (૪) અના.પો.કો., શીતલબેન કરશનભાઈ ડાભી, તથા (૫) અના.પો.કો., સોનલબેન બટુકભાઈ ડાભી નાઓએ બોટાદ શહેરમાં VISWAS પ્રોજેકટ અંતગર્ત લાગેલ સી.સી.ટી.વી. કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરતા પડિ ગયેલ હિરાનુ પાકિટ એક કોઈ અજાણ્યા મો.સા. ચાલકે લીધેલ હોવાનું જણાય આવેલ ત્યારબાદ ITMS સોફ્ટવેરની મદદથી મો.સા.નો રજી.નં. GJ-13-K-1753 શોધી કાઢી અને મો.સા.ચાલકનો સંપર્ક કરી અરજદારને હીરાનું પાકીટ પરત અપાવેલ છે.

મુદામાલઃ-
(૧) હીરાના પાકીટમાં આશરે રૂપિયા ૨૦,૦૦૦/- થી ૨૫,૦૦૦/- ની કિંમતના હીરા પરત અપાવેલ.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.