બાયડ ડેમાઈ આઉટ પોસ્ટ વિસ્તારના બળીયાદેવ ગામની સિમમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી બાયડ પોલીસ.
બાયડ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને સુચના કરેલ
જે અન્વયે તા.૧૮/૧૧/૨૦૨૩ ના રોજ અમો તથા પો.સ.ઈ. એ.એ.પટેલીયા નાઓ તાંબાના કર્મચારીઓ સાથે બાયડ પો.સ્ટે.ના ડેમાઈ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અમોને અમારા અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે બળીયાદેવ ગામની સિમમાં વાંઘા કોતરમાં અવાવરૂ જગ્યાએ બળીયાદેવ ગામનો મહેન્દ્રસિંહ ઉર્ફે અજમેલજી ગુલાબસિંહ સોલંકી નાએ અલગ અલગ બ્રાંડનો વિદેશી દારૂ મંગાવી ચોરી છુપેથી વેચાણ કરવા સંતાડી રાખેલ છે જે બાતમી હકીકત પ્રોહી રેડ કરતા સદર જગ્યાએથી ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૧૧૦૨ ની કુલ કી.રૂ.૧,૮૫,૭૦૦/- નો પ્રોહી મુદામાલ મળી આવતા ગુન્હો આચરવામાં સંડોવાયેલ મહેન્દ્રસિંહ ઉર્ફે અજમેલજી ગુલાબસિંહ સોલંકી રહે. બળીયાદેવ તા.બાયડ જી.અરવલ્લી વાળા વિરૂધ્ધ બાયડ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વોન્ટેડ આરોપી
(૧) મહેન્દ્રસિંહ ઉર્ફે અજમેલજી ગુલાબસિંહ સોલંકી રહે. બળીયાદેવ તા.બાયડ જી.અરવલ્લી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.