સાબરકાંઠા જિલ્લા SOG ટીમે બાતમીને મળતા હિંમતનગર શહેરમાંથી બે અલગ-અલગ સ્થળેથી ઇડર તથા ખેરોજ પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપીને હિંમતનગર એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપ્યા
આ અંગે મળતી માહીતી મુજબ સાબરકાંઠા જિલ્લા SOG PI એ.જી.રાઠોડે વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લા SOG ટીમ ATS ચાર્ટરને લગતી કામગીરી માટે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલ બાતમી ને આધારે ઇડર પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ભાગતો ફરતો અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ઉબસલ ગામનો ચિરાગ ઉર્ફે સકલો બચુભાઈ સડાતને હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તાર મા આવેલ પીક-અપ એસટી સ્ટેન્ડ નજીક ઉભો હતો. જેને ઝડપી લઈને 41(1) મુજબ અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોપવામાંઆવ્યો છે.
(રિપોર્ટર સદ્દામ મનસુરી)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.