જિલ્લા ન્યાય ખાતા કર્મચારી મંડળની સભા મળી - At This Time

જિલ્લા ન્યાય ખાતા કર્મચારી મંડળની સભા મળી


સાબરકાંઠા ન્યાય ખાતાના કર્મચારીઓના ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી તથા ન્યાય ખાતાના કર્મચારી વર્ષ- ૩નું મંડળની સાધારણ સભા તાજેતરમાં સ્વામીનારાયણ મંદિર કાંકણોલમાં યોજાઈ હતી. જેમાં પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ કે.આર.રબારીની ઉપસ્થિતિમાં નિવૃત્ત થયેલ કર્મચારીઓનું શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. મંડળીના પ્રમુખ મીહિરભાઈ રાવલ, ઉપપ્રમુખ પરીજીતસિંહ પરમાર તથા મંત્રી મનોજભાઈ ચૌહાણ તથા વર્ષ-૩ કર્મચારી મંડળના કાર્યકારી પ્રમુખ પી.બી.પરમાર તથા મંત્રી આશીષભાઈ કડીયા તથા કારોબારીના સભ્યોની હાજરીમાં ૩૦મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ત્યારબાદ ન્યાય ખાતા કર્મચારી વર્ષ -૩ મંડળમાં નવા પ્રમુખ તરીકે સર્વાનુમત્તે બીનહરીફ તરીકે વિપુલભાઈ દિક્ષીત, ઉપપ્રમુખ તરીકે પી.બી.જાદવ, મંત્રી તરીકે એ.વી.કડીયાનાઓની તથા અન્ય કારોબારી સભ્યોની બિનહરીફ નિમણૂંક કરાઈ હતી.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.