ખાખરીયા ગામે પ્રકૃતિ પર્યાવરણ ના સંતુલન માટે ક્ષુક્ષમ જીવો માટે હદયસ્પર્શી પરમાર્થ - At This Time

ખાખરીયા ગામે પ્રકૃતિ પર્યાવરણ ના સંતુલન માટે ક્ષુક્ષમ જીવો માટે હદયસ્પર્શી પરમાર્થ


પાલીતાણા ના નાના એવા ખાખરીયા ગામે આજે તા.૧૬/૧૧/૨૩  ના રોજ મારુતિ  મિત્ર મંડળ દ્વારા ક્ષુક્ષમ જીવો પ્રત્યે અપાર કરુણા વ્યક્ત કરતું પરમાર્થ કાર્ય કરાયું  કીડયારુ ૧૨ મણ ધઉ ૨ મણ ગોળ તેલ. ધી સેવ કુલ મળી કુલ ૧૫  મણ જેટલુ  સુરમુ  બનાવી લાખો જીવો  કીડી મકોડા જેવા અનેક ક્ષુક્ષમ જીવાત્મા ઓને માટે ભર પેટ ભોજન ખરાબ ન થાય લાંબો સમય જળવાય તેવી વ્યવસ્થા સાથે અન્નપૂર્ણાં ની પ્રસાદ જમાડવા નો સંતોષ વ્યક્ત મારુતિ મંડળ ના સ્વંયમ સેવકો એ  આવનારી પેઢીઓ ને આવા નાના પણ પ્રેરણાત્મક પરમાર્થ ની રીત ભાત યાદગાર  બની રહે બાળકો માં પણ દરેક જીવો પ્રત્યે કરુણા વત્સલ્ય નો ભાવ જાગૃત બને પેઢી પર્યન્ત ઉમદા ગુણ જળવાઈ રહે એ હેતુસર એક પ્રયાસ કરાયો છે આ કોઈ  ઉપકાર  નથી આપણે આવો રુડો મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે  આવા ક્ષુક્ષમ જીવો ને કેમ ભુલાય ? દરેક જીવાત્મા કોઈ પણ ફરીયાદ  કરતુ નથી ખાટુ ખોરુ કે સારુ મોળું કે જાજા થોડું કે સંગ્રહ વૃત્તિ વગર જે જમાડો તે પ્રેમથી પુરા સંગઠન  સાથે ભાવ થી ઉભરાઈ આવે છે એક શુભ સંદેશો આપીએ દરેક ગામ શહેર મા સંગઠન બનાવી એક મુંગા જીવ પ્રત્યે માનવીય ફરજ અદા કરવા ના નેક અવસરે આપણી પરંપરા અનુસાર  કીડી ને કણ ને હાથી ને મણ ની યુક્તિ એ પરમાર્થ ના ઉમદા ગુણ નું આચરણ જાળવી રાખીએ કુદરત ની અનુપમ ભેટ પ્રકૃતિ અને પર્યાવરણ ને વધુ સૌંદર્ય આપી કુદરત ના ખોળે ઉછળ કુદ કરતા અબોલ જીવો પશુ પક્ષી ઓના કલરવ ને પ્રકૃતિ ની ધ્વનિ ને ધબકતી રાખવા સમસ્ત જીવાત્મા નુ કલ્યાણ  થાય  એ  હેતુસર નાનું પણ હદયસ્પર્શી પરમાર્થ 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.