લુણાવાડા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ પંચશીલ હાઈસ્કૂલ ખાતે યોજાયો.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ પંચશીલ હાઈસ્કૂલ ખાતે આજરોજ તાલુકા કક્ષાનો કલા ખેલ મહાકુંભ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં તાલુકાની વિવિધ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.રાજય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ઉપક્રમે અને મહિસાગર જિલ્લા રમતગમત કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત લુણાવાડા તાલુકા કક્ષાની સ્પર્ધા કલા મહાકુંભનો લુણાવાડાની પંચશીલ હાઇસ્કુલ અને પંચશીલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવકના અધ્યક્ષ સ્થાને દિપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લુણાવાડા ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવકે પ્રાસંગિક ઉદબોધનમાં રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ જેવી વિવિધ સ્પર્ધાઓના માધ્યમથી બાળકોમાં રહેલી પ્રતિભા ઉજાગર થાય છે અને તેમને પ્રોત્સાહન મળે છે ત્યારે ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધામાં તાલુકાની ૧૮ જેટલી શાળાઓના વિવિધ વય જૂથમાં ૯૬૨ થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ ૧૪ સ્પર્ધાઓમાં વકતૃત્વ, નિબંધ, ચિત્રકામ, ગરબા,લોકગીત, ભજન, ભરત નાટ્યમ, તબલાં, હાર્મોનિયમ, એકપત્રીય અભિનય, લોકનૃત્ય, સમુહગીત વગેરેમાં તેમની પ્રતિભાને પ્રદર્શિત કરતી કૃતિઓ રજૂ કરી હતી. આ કલા મહાકુંભ સ્પર્ધામાં યુવા વિકાસ અધિકારી શર્મિષ્ઠાબેન વર્સયા, શિક્ષણ નિરીક્ષક સુનિલભાઈ પારગી, એસ. કે. સ્કૂલ ટ્રસ્ટી મનીષભાઈ પટેલ, આચાર્ય એમ આર પુવાર, ગર્લ્સ હાઇસ્કૂલ આચાર્ય કે બી પટેલ, વિવિધ શૈક્ષણિક સંઘોના પદાર્ધિકારીઓ, તાલુકા કન્વીનર સંદીપભાઈ પટેલ, તાલુકાની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો, કલા સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અંગે પ્રતિજ્ઞાનું વાંચન કરવામાં આવ્યું હતું.
બાઈટ.લુણાવાડા ધારાસભ્ય. જીગ્નેશ ભાઈ સેવક
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.