કીડીયા ગામ પાસે કારંટા થી જંબુસર જતી બસ પલટી મારી
મહીસાગર જિલ્લામાં વધુ એક એસ.ટી બસને અકસ્માત નડ્યો છે. લુણાવાડા તાલુકાના વીરપુર, બાલાસિનોર હાઇવે માગૅ પર કીડીયા પાટીયા પાસે પેસેન્જર ભરેલી બસ પલટી મારી ગઈ.આ બસ ભરૂચ જિલ્લાના જંબુસર ડેપોની છે જે મહીસાગરના ખાનપુર તાલુકામાં આવેલ કારંટાથી જંબુસર જઇ રહી હતી.ત્યારે કીડીયા પાટીયા પાસે બસને અકસ્માત નડ્યો છે બસ રોડની સાઈડમાં ઉતરીને પલટી ખાઈ ગઈ છે અકસ્માતનો બનાવ બનતા જ આસપાસના ગામોના સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર બસમાં ડ્રાઇવર કંડકટર સાથે 12 જેટલા પેસેન્જર મુસાફરી કરી રહ્યા હતા
સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર બસમાં સવાર લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે સમગ્ર બનાવ અંગે એસ.ટી વિભાગની જાણ થતાં જ એસ.ટી વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોચ્યા હતા. અને વધુ તાપસ હાથ ધરી હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.