પાળીયાદ પોલીસે 55 બીયર ટીન સાથે બે આરોપી ને ડબોચ્યા - At This Time

પાળીયાદ પોલીસે 55 બીયર ટીન સાથે બે આરોપી ને ડબોચ્યા


(પ્રતિનિધિ: વનરાજસિંહ ધાધલ બોટાદ)

પાળીયાદ પોલીસ એ પેટ્રોલિંગ દરમિયાન પૂર્વ બાતમી ના આધારે બિયરના ટીન નંગ-55 સાથે 2 આરોપી ને ઝડપ્યા અને પ્રોહી ધારાની કલમ હેઠળ પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે ગત 9-6-24 ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. પાળીયાદ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પૂર્વ બાતમી ના આધારે પાળીયાદ પોલીસ ના PSI એમ.પી.જાંબુચા અને મયુરભાઈ વાલાણી, સરફરાજભાઈ ગાંજા, જયદીપસિંહ ગોલેતરા,દ્વારા પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે પાળીયાદના દરબાર ગઢ વિસ્તારમાં રહેતા છત્રજીતભાઈ ઉર્ફે સતુ વિજયભાઈ ખાચર ના પોતાના રહેણાંકી મકાનની બાજુમાં આવેલ વંડામાં બિયર ના ટીન નંગ-55 કુલ કી.રૂ. 5500/- તેમજ એક મોબાઈલ કિંમત રૂપિયા 5000/- મળી ને કુલ 10500/- મુદ્દામાલ સાથે છત્રજીતભાઈ ઉર્ફે સતુ વિજયભાઈ ખાચર રહે. પાળીયાદ, યોગીરાજસિંહ ગિરિરાજસિંહ જાડેજા રહે. પીપળીયા બંનેની પાળીયાદ પોલીસ સે અટકાયત કરી જેલ હવાલે કરાયા કર્યા ઉપરોક્ત બન્ને આરોપી સામે પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે પાળીયાદ ના PSI એમ.પી.જાંબુચા પ્રોહી ધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પાળીયાદ પોલીસ ના PSI એમ.પી.જાંબુચા ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.