રાજકોટમાં લવજેહાદ ! : યુવતીની માતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ શખ્સ સામે ગુનો નોંધવા માટે કરી અરજી
રાજકોટ શહેરમાં લવજેહાદનો બનાવ સામે આવ્યો હતો. થોડા દિવસ અગાઉ લવજેહાદનો ભોગ બનેલી યુવતીની માતાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, 17 વર્ષની દીકરી હતી ત્યારથી તેના પર મુસ્લિમ શખ્સ દુષ્કર્મ આચરી રહ્યો છે. 26 જૂને યુવતી તેના ઘરેથી પણ ગાયબ થઈ ગઈ હતી. જોકે મીડિયામાં સમગ્ર મામલો આવતા યુવતી કોર્ટે હાજર થઈ હતી અને માતાએ કરેલા આક્ષેપો પાયાવિહોણા છે તેવું જણાવ્યું હતું. સમગ્ર ઘટનામાં હવે માતાએ મુસ્લિમ શખ્સ પર પોકસો હેઠળ ગુન્હો દાખલ કરવાની લેખિત ફરિયાદ આપતા મામલો ગરમાયો છે.
યુવતીની માતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. જેમાં કોઠારીયામાં રહેતા અને ક્રિકેટનું કોચિંગ કરાવતા મહેબૂબ બુખારી પર આક્ષેપ કર્યા છે કે, પુત્રી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી ત્યારે તે ક્રિકેટ રમવા જતી હતી તે વખતે તેનો મહેબૂબ બુખારી સાથે પરિચય થયો અને ત્યારબાદ આ મહેબુબ તેને હરવા ફરવા લઈ જઈ પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરતો હતો. 2017માં યુવતીએ આ અંગે માતાને કહ્યું પણ હતું. સમાજમાં બદનામીના ડરથી આ વાત આગળ વધી ન હતી. મહેબૂબ બુખારી યુવતીને બિભસ્ત ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. ઘણી વખત તો યુવતી તેના જ ઘરમાંથી દાગીના અને રોકડ રકમની ચોરી કરી ભાગી જતી હતી. જોકે ત્યારબાદ 26 જૂનના રોજ યુવતી તેના ઘરેથી ભાગી ગઈ હતી. જે બાદ યુવતીએ પોલીસને પણ ફરિયાદ કરી હતી અને મીડિયા સમક્ષ સમગ્ર મામલો પ્રકાશમાં લાવી હતી. બાદમાં તરત જ યુવતી કોર્ટમાં હાજર થઈ હતી. કોર્ટમાં યુવતીએ તેમના માતા-પિતા વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા કે, તેઓ તેમને લગ્ન માટે દબાણ કરે છે અને માર મારે છે જેથી તે પોતાની મરજીથી ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારબાદ હવે આ મામલે માતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી પોક્સો હેઠળ ગુનો નોંધવા માટેની માંગ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.