રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “યોગ શિબિર” યોજાઈ.
રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૪ ના રોજ ભારત સરકાર દ્વારા રજી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઇજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭/૯/૨૦૨૪ થી તા.૨/૧૦/૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે તા.૧૯/૯/૨૦૨૪ના રોજ સવારે ૭ કલાકે યોગા સેન્ટર, એથ્લેટિક્સ ટ્રેક ગ્રાઉન્ડ પાસે, રેસકોર્ષ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ. આ યોગ શિબિરમાં યોગ ટ્રેઈનર દ્વારા ભાગ લેનાર નાગરિકોને યોગ કરાવવામાં આવેલ તેમજ યોગ શિબિર કાર્યકમ બાદ નાગરિકો દ્વારા રેસકોર્ષ ખાતે બાલભવન રોડ પર શ્રમદાન આપી સફાઈ કરવામાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ અંગે માહિતગાર કરવામાં આવેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.