રાજકોટના વાવડીમાં ટીપીના અનામત પ્લોટ પરથી ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત, રૂ.87.51 કરોડની જમીન ખૂલ્લી કરાઈ - At This Time

રાજકોટના વાવડીમાં ટીપીના અનામત પ્લોટ પરથી ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત, રૂ.87.51 કરોડની જમીન ખૂલ્લી કરાઈ


રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા ગઇકાલે શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 230 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. દરમિયાન આજે શહેરના વાવડી વિસ્તારમાં કોર્પોરેશનના બુલડોઝરોએ ધણધણાટી બોલાવી હતી. ટીપીના અનામત પ્લોટ અને ટીપી રોડ પર ખડકાયેલા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતાં. રૂ.87.51 કરોડની બજાર કિંમતની 12,689 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી ચુસ્ત વિજીલન્સ અને પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.