ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા ઉપાડી આપવાનું કહીં યુવક સાથે રૂા.1.65 લાખની ઠગાઈ
અંબાજી કડળા પ્લોટ શેરીમાં રહેતાં યુવાને ક્રેડિટ કાર્ડમાંથી રૂપીયા ઉપાડવા મિત્રના મિત્ર હર્ષ સોમૈયાનો સહારો લેવાં જતાં આરોપીએ રૂ.1.65 ઉપાડી લઈ છેતરપીંડી આચરતાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે ગોંડલ રોડ પર ધોળકિયા સ્કૂલ પાસે અંબાજી કડવા પ્લોટ શેરી નં. 2 માં રહેતાં મયુરરાજ લાલજીભાઈ વાઘેલા (ઉ.વ.29) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે હર્ષ સોમૈયાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તે હાલમા 150 ફુટ રીંગ રોડ પર આવેલ રીલાયન્સ મોલમાં ટ્રેનર તરીકે નોકરી છે. ગઈ તા.28/11/2023 ના અયોધ્યા ચોક પાસે આવેલ ટ્રેન્ડના મોલમાં નોકરી કરતો ત્યારે પૈસાની જરૂરીયાત હોય જેથી તેમની સાથે અગાઉ મોલમાં નોકરી કરતા મિત્ર ધીરેન ધાબલીયાને વાત કરતા તેને તેના મિત્ર હર્ષ સોમૈયા, જે ક્રેડીટકાર્ડમાંથી રોકડા રૂપિયા ઉપાડી આપે અને 2% થી 3% કમિશન લે છે, તેમ વાત કરતા હર્ષ સોમૈયાને ફોન કરી બોલાવેલ અને ત્રણેય ટ્રેન્ડના મોલ પાસે આવેલ ચાની હોટલે મળેલ હતા.
હર્ષ સોમૈયાએ વાત કરેલ કે, તમારા ક્રેડીટ કાર્ડમાંથી પૈસા મારામા ટ્રાન્સફર કરી આપવાના અને તે પૈસા હું તમને રોકડા પરત આપી દઈશ અને જેમાંથી હું તમારી પાસે 2.5% કમિશન લઈશ, જેથી તેઓએ અલગ અલગ બેંકના 4 ક્રેડિટ કાર્ડ આપેલ હતા. હર્ષ સોમૈયાએ તેની પાસે રહેલ મશીનમાંથી ક્રેડીટ કાર્ડમાંથી પૈસા ટ્રાન્સફર કરેલ આવેલ ઓટીપી હર્ષ સોમૈયાને આપી દીધેલ હતા. જેમાં અલગ અલગ બેંકમાંથી કુલ રૂ.1,24,800 ટ્રાન્સફર કરેલ હતા. તેમજ હર્ષ સોમૈયાએ એક-બે કલાકમાં તમને રોકડા રૂપિયા આપી દઈશ તેમ કહેતાં ત્યાંથી જુદા પડી ગયેલ હતા.
બીજા દિવસે તા.29/11/2023 ના હર્ષ સોમૈયાનો ફોન આવેલ અને કહેલ કે, ગઈકાલે તમારા ક્રેડિટકાર્ડમાંથી ટ્રાન્સફર કરેલ રૂપિયાની રોકડાની વ્યવસ્થા થઈ ગયેલ છે અને જો તમારે વધારે પૈસાની જરૂરીયાત હોય તો તમારા વન કાર્ડ ક્રેડિટ કાર્ડમાં બેલેન્સ છે, તે ટ્રાન્સફર કરી બધુ પેમેન્ટ સાથે તમને કરી આપુ તેમ વાત કરતાં તેને હા પાડી હતી. બાદ બંને ઢેબર રોડ પર બેંક ઓફ બરોડા પાસે મળેલ તેને ક્રેડિટ કાર્ડ આપેલ હતુ.
જેમાથી હર્ષ સોમૈયાએ રૂ.40,900 ટ્રાન્સફર કરેલ અને કહેલ કે, હમણાં એકાદ કલાકમા તમારૂ પેમેન્ટ આપી દઈશ કહીં જતો રહેલ હતો. એકાદ કલાક રાહ જોયા પછી તેને કરતા ફોન રીસીવ કરેલ નહી. બાદમાં ત્રણ-ચાર મહિના સુધી હર્ષ સોમૈયાને ફોન કરી રૂ. 1,65,700 પરત માંગતો હતો પણ તે ફોનમા ગળા તલ્લા કરતો અવાર નવાર અલગ અલગ બહાના આપતો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.