નેત્રંગ નગરમા રામ નવમીના દિવસે શ્રીરામ લલ્લા નેત્રંગ નગરમાં નગરચર્યાએ નીકળશે.
નેત્રંગ નગરમા રામ નવમીના દિવસે શ્રીરામ લલ્લા નેત્રંગ નગરમાં નગરચર્યાએ નીકળશે.
નગરના જે રૂટ પર શ્રીરામ લલ્લા નગરચર્યાએ નીકળનાર છે. જે રૂટ પર સ્વચ્છતા માટે પણ પંચાયત તંત્ર ધ્યાનેલે એવી લોક માંગ.
નેત્રંગ નગરમાં શ્રીરામ જન્મોત્સવની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નગરમાં આવેલા શ્રી કંકેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ (શ્રી રાધાકૃષ્ણ મંદિર) જીન બજાર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ નેત્રંગ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ) તેમજ સમસ્ત હિન્દુ સમાજ થકી જીનબજાર ખાતે આવેલા રામજી મંદિર ને ખાતે ચાલુ સાલે ચૈત્ર સુદ નોમ ને તા.૩૦-૦૩-૨૩ ને ગુરુવારના રોજ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી યાદગાર બની રહે એ માટે નગરના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.
જેના ભાગરૂપે નગરના વિવિધ વિસ્તારોમા બેનરો લગાવવામાં આવ્યાં છે. બીજી તરફ દરેક વિસ્તારોમાં ભગવા ધ્વજ લગાવવામાં આવશે. રામ જન્મોત્સવ નિમિત્તે સવારે ૧૧ કલાકથી રામધૂન શરૂ થશે. શ્રીરામ જન્મોત્સવ બપોરે ૧૨ કલાકે ઉજવાશે. શોભાયાત્રા બપોરે ત્રણ કલાકે જલારામ મંદિર ગાંધીબજારથી નીકળશે. જે ગાંધીબજાર, જવાહરબજાર, ચાર રસ્તા થઈ જીનબજાર રામજી મંદિરે જશે. જ્યાં સાંજે ૬ કલાકે ધ્વજારોહણ કાર્યક્રમ થશે. શ્રીરામ જન્મોત્સવને લઈ નગરનાં તમામ બજારોમાં હિન્દુ દુકાનધારકો પોતપોતાની દુકાનો સ્વૈછિક બંધ રાખી શોભાયાત્રામાં જોડાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.