રાજકોટની ભાગોળેથી પકડાયેલ ઘોડી પાસાની જુગાર ક્લબના આરોપીના જામીન નામંજૂર
1 જુલાઈ 2024 થી દેશભરમાં કાયદાકીય મોટો ફેરફાર થયો છે અને આઈપીસી કલમની જગ્યા હવે બીએનએસ એક્ટએ લઈ લીધી છે અને તેમાં સરકારે પ્રાવધાન પણ તેટલાં જ મજબૂત કર્યા છે કે, હવે કોઈ આરોપી કાયદાની ચુંગાલમાંથી બચી નહીં શકે અને પોલીસને પણ તેટલી જ તાકાત આપવામાં આવી છે. આઈપીસી એક્ટમાં જુગારના ગુનામાં ટેબલ જામીન મળતાં હતાં અને જુગારીઓને ક્યારેય સજા પડી નથી. હવે તે યુગ બદલાયો છે અને રાજકોટના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જુગારીઓના જામીન નામંજુર થયાં છે અને જેલમાં જવાનો વારો આવ્યો છે.
જેમાં વાત કરીએ તો, ગુજસીટોકના ગુનામાં જેલમાંથી જામીન પર છૂટેલા ભીસ્તીવાડના એઝાઝ ખિયાણીએ રાજકોટની ભાગોળે આવેલ બેડી ગામ નજીક જાહેરમાં ચાલુ કરેલ ઘોડીપાસાની કલબમાં એલસીબી ઝોન-1 ની ટીમે દરોડો પાડી કલબ સંચાલક સહિત આઠ શખ્સોને પકડ્યા હતાં અને ત્રણ શખ્સો ફરાર થયાં હતાં. પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતાં હોય જેથી બીએનએસ એક્ટ 112 હેઠળ કર્યાવહી કરવામાં આવતાં કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા હતાં.
દરોડાની વિગત મુજબ એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી.બોરીસાગર ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજાને ગુજસીટોકના ગુન્હામાં જામીન પર છુટેલ એજાજ ઉર્ફે ટકો બેડી ગામથી હડમતીયા જવાના રસ્તે જાહેરમાં ઘોડીપાસાની કલબ ચલાવે છે.
તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ભીસ્તીવાડના એજાજ ઉર્ફે ટકો અકબર ખીયાણી, હાજી ઈસ્માઈલ જુણેજા, ખોડીયારપરા શેરી નં.5, સદામ ઉર્ફે ઈમુ હુસેન શેખ રહે. ભગવતીપરા, યુસુફ ઉર્ફે બકરો હબીબ ઠેબા રહે.મોચીનગર-2, શેરી નં.2, મહેબુબ અલારખા અજમેરી, રહે.મેરામબાપાની વાડી, શેરી નં.3, ઈમ્તીયાઝ ઉર્ફે ઠુઠો અલ્લારખા, રહે.રૂખડીયાપરા શેરી નં.2, પરેશ રમેશ ઝાલા રહે. વિરમાયા સોસાયટી શેરી નં.2 અને તુષાર રમેશ લિડીયા, રહે. વૈશાલીનગર-3 ને દબોચી રૂા.3 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો ત્યારે દરોડા દરમ્યાન જુગારીઓમાં નાસભાગ મચી જતા જુમો ઠેબા, અનિલ વેલજી ચૌહાણ અને જાવેદ ઉર્ફે પાઈદુ હુસેન કુરેશી નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી.
કલબ સંચાલક એઝાઝ ઉર્ફે ટકા વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ થયેલ કાર્યવાહી બાદ જેલમાંથી થોડા દિવસ પહેલાં જ જામીન પર છૂટ્યા બાદ જુગાર કલબ ચાલું કરી દેતાં પોલીસે બીએનએસ એક્ટમાં નવા કાયદાની જોગવાઈ મુજબ ટોળકી રચી ગુનો આચર્યાની કલમ 112 નો ઉમેરો કરતાં જુગાર રમતાં પકડાયેલાં આઠેય શખ્સોના જામીન કોર્ટે નામંજૂર કર્યા હતાં. જે રાજકોટમાં પ્રથમવાર કોઈ જુગારના કેસમાં આરોપીઓને જેલમાં જવું પડ્યું હોય તેવો કિસ્સો બન્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પહેલાં જુગારના ગુનામાં ટેબલ જામીન મળતાં હતાં અને પોલીસ પાસે આરોપીઓને જામીન આપવાની સતા હતી જે હવે કડક બનાવવામાં આવ્યું છે.
સપ્રદ વાત એ છે કે, નવો કાયદો સંગઠિત અપરાધ કરવાનો પ્રયાસ કરવા અને સંગઠિત અપરાધ કરવા માટે સજા હવે સમાન બનાવે છે, પરંતુ કથિત અપરાધમાં મૃત્યુ થયું છે કે નહીં તેના આધારે તે અલગ પડે છે. મૃત્યુ સાથે સંકળાયેલા કેસ માટે, સજા આજીવન કેદથી મૃત્યુ સુધીની હોય છે, પરંતુ જ્યાં કોઈ મૃત્યુ સામેલ ન હોય ત્યાં ફરજિયાત લઘુત્તમ પાંચ વર્ષની સજા નિર્ધારિત કરવામાં આવે છે, જે આજીવન કેદ સુધી લંબાવી શકાય છે.
નાના સંગઠિત અપરાધ ની એક અલગ શ્રેણી પણ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ચોરી, સ્નેચિંગ, છેતરપિંડી, ટિકિટનું અનધિકૃત વેચાણ, અનધિકૃત સટ્ટો અથવા જુગાર, જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રોનું વેચાણ ને અપરાધ બનાવે છે. બિલના પહેલાના સંસ્કરણમાં નાના સંગઠિત અપરાધનું વર્ણન કરવા માટે કોઈપણ અપરાધ જે નાગરિકોમાં અસુરક્ષાની સામાન્ય લાગણી પેદા કરે છે.
એવા વ્યાપક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન સંસ્કરણમાં તેને દૂર કરવામાં આવ્યો છે. જો કે આ જોગવાઈ રોજબરોજના પોલીસિંગમાં કાયદો અને વ્યવસ્થાના નાના મુદ્દાઓ સાથે વ્યવહાર કરવાનો છે, તે સ્પષ્ટ નથી કે, આ સામાન્ય ચોરી વગેરેથી કેવી રીતે અલગ હશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.