ખેડબ્રહ્મા અંબાજી માતાનું ભાદરવી પૂનમનો મેળો
*ખેડબ્રહ્મા અંબાજી માતાનું ભાદરવી પૂનમનો મેળો*
********
સાબરકાંઠાની જાહેર જનતાને જણાવવાનું કે, ખેડબ્રહ્મા મુકામે ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો તા. 12/ 9 /2024 થી 18/ 9/ 2024 સુધી દિન સાત માટે યોજાશે. આ મેળામાં શ્રીફળ, ચૂંદડી, પ્રસાદ, ચા-નાસ્તો, ખાણીપીણી, પુસ્તકો, મનોરંજન આઈટમો વિગેરેના લારીગલ્લા, સ્ટોલ મૂકવા માતાજી ગામતળ તરીકે ઓળખાતી જમીનમાં ચાલુ વર્ષે પ્લોટો પાડી જાહેર હરાજી થી ફાળવવાના થાય છે. જેમાં માતાજી ગામતળની જમીનમાં પાડવામાં આવેલ પ્લોટ તા. 12/ 9 /2024 થી 18/ 9/ 2024 સુધી દિન સાત માટે જાહેર હરાજી થી ભાડે આપવા માટે ટાવર પાસે માતાજી ગામતળ અંબિકા માતાજી મંદિર ખેડબ્રહ્મા તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા મુકામે તા. 6 /9 /2024 શુક્રવારના રોજ સવારના 10:00 કલાકે જાહેર હરાજી રાખવામાં આવેલ છે. આ હરાજીમાં રસ ધરાવનારે હરાજીમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. હરાજીમાં હાજર રહેનારે ફરજિયાતપણે હરાજી સ્થળ ઉપર પાસપોર્ટ સાઈઝના બે ફોટા, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે. અન્યથા હરાજીમાં ભાગ લઈ શકશે નહીં હરાજીની શરતો હરાજી ચાલુ કરતા અગાઉ સ્થળ પર વાંચી સંભળાવવામાં આવશે. એમ ખેડબ્રહ્મા મામલતદાર શ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.