વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિ ઉભી થવાની સ્થિતિમાં જાનમાલની નુકસાની નિવારી શકાય તે હેતુથી ખાંભડા ખાતે ફ્લડ મોકડ્રીલ યોજાઈ - At This Time

વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિ ઉભી થવાની સ્થિતિમાં જાનમાલની નુકસાની નિવારી શકાય તે હેતુથી ખાંભડા ખાતે ફ્લડ મોકડ્રીલ યોજાઈ


ચોમાસાની પુર્વ તૈયારીના ભાગરૂપે વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિ ઉભી થવાની સ્થિતિમાં જાનમાલની નુકસાની નિવારી શકાય તે હેતુથી બરવાળા તાલુકાના ખાંભડા ખાતે ફ્લડ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું.મોકડ્રીલ અંતર્ગત ખાંભડા ડેમના સવારે ૯:૩૫ કલાકે ૧ તથા ત્યારબાદ ૯:૪૨ કલાકે ૫ દરવાજા ખોલતા ખાંભડા ગામના નીચાણવાળા વિસ્તારમાં રહેતા આશરે ૩૦થી ૩૫ સ્થાનિક રહેવાસીઓનું પાવન વિદ્યાલય, ખાંભડા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય ૪ વ્યક્તિઓ નીચાણવાળા વિસ્તારમાં પાણી વચ્ચે ફસાતા તેમનું રેસ્ક્યુ કરી પાવન વિદ્યાલય ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તથા અન્ય ૩(ત્રણ) વ્યક્તિઓનો ખાંભડા ડેમમાં ડુબતા હોવાનો રેસ્ક્યુ કોલ મળતા લાયઝન અધિકારીશ્રી, ઇન્સીડન્ટ કમાન્ડરશ્રી, ફાયર વિભાગની ટીમ તથા મેડીકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી પાણીમાં ડુબી રહેલ ૩ વ્યક્તિઓનું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરાયેલા વ્યક્તિઓને હાજર મેડીકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી તથા વધુ સારવાર માટે “૧૦૮ એમ્બ્યુલન્સ”ની મદદથી સામુહિક આરોગ્ય કેન્દ્ર, બરવાળા ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જે અંતર્ગત બરવાળા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ(લાયઝન અધિકારી), બરવાળા મામલતદાર(ઇન્સીડન્ટ કમાન્ડર), મદદનીશ તાલુકા વિકાસ અધિકારી બરવાળા,ફાયર ટીમ,પોલીસ ટીમ, મેડીકલ ટીમ, સરપંચ ખાંભડા, તલાટી ખાંભડા તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ બરવાળા મામલતદાર સી.આર.પ્રજાપતિની યાદીમાં જણાવાયુ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.