ધંધુકા તાલુકાના અડવાળ બાજરડા,બાજરડા મોટા ત્રાડિયા અને બાજરડા ભોજપરા રોડની બંને બાજુ ગટર ખુલ્લી કરવા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય ની માંગ - At This Time

ધંધુકા તાલુકાના અડવાળ બાજરડા,બાજરડા મોટા ત્રાડિયા અને બાજરડા ભોજપરા રોડની બંને બાજુ ગટર ખુલ્લી કરવા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય ની માંગ


ધંધુકા તાલુકાના અડવાળ બાજરડા,બાજરડા મોટા ત્રાડિયા અને બાજરડા ભોજપરા રોડની બંને બાજુ ગટર ખુલ્લી કરવા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય ની માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાળ બાજરડા, બાજરડા મોટા ત્રાડિયા અને બાજરડા ભોજપરા રોડની બંને સાઈડ સરકાર ના નીતિ નિયમો અનુસાર ગટર ખુલ્લી કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ચોમાસામાં જ્યારે વધારે વરસાદ પડે અને ઉપર થી નદીઓમાં પાણી નું પુર આવે ત્યારે આ રોડની બંને સાઈડ ગટરો ના અભાવે ખેડૂતો ના ખેતરો અને રોડ બંને ને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે એટલું જ નહીં આ ગટરો ખુલ્લી કરવામાં ન આવતા પાણી રોડ ઉપર થી વહેતું થતાં રોડનું પણ ધોવાણ થાય છે તેથી આ રોડની બંને સાઈડ ગટરો ખુલ્લી કરવા તાલુકા પંચાયતના મહિલા સદસ્ય સાજેદા બેન સંઘરીયાત દ્વારા ધંધુકા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.