બોટાદ ની શ્રીમતી એસ.જે.દાણી પ્રા.વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા એ અવલ્લ - At This Time

બોટાદ ની શ્રીમતી એસ.જે.દાણી પ્રા.વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા એ અવલ્લ


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ દ્વારા)
બોટાદ ના હડદડ કાનીયાડ ચોકડી પાસે આવેલ જ્ઞાન મંજરી સ્કુલ ખાતે જિલ્લા કક્ષા ની બાળ પ્રતિભા શોધ ની સ્પર્ધા યોજાય જેમાં બોટાદ ની વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ.જે.દાણી પ્રાથમિક વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષા એ અવલ્લ આવ્યા જેમા બાળ પ્રતિભામાં ભવ્ય જીત મેળવેલ જેમાં મોરી રુદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ દુહા છંદમાં પ્રથમ નંબર, અને જેજેરીયા તન્વી હરેશભાઈ ભજન માં પ્રથમ નંબર, વોરા વ્રજ હેમલભાઈ એકપાત્રીય અભિનયમાં દ્વિતીય નંબર , ચિહલા માનવ લાખાભાઈ લોકગીત,ભજનમાં તૃતિય નંબર, ગોહિલ હેરીસ યોગેશભાઈ વકૃત્વ સ્પર્ધામાં તૃતીય નંબર જયારે પ્રથમ અને દ્વિતીય નંબર જે વિદ્યાર્થી આવેલા છે તે હવે પ્રદેશ કક્ષાએ આગળ જશે તમામ વિદ્યાર્થીઓ ને શાળા ના ટ્રસ્ટી ગણ તેમજ સ્કુલ ના શિક્ષકો અને આચાર્ય હિનાબેન પાઠક દ્વારા અભિનંદન પાઠવ્યા અને જિલ્લા કક્ષા એ બોટાદ જિલ્લા નું નામ રોશન કરજો તેવી શુભેચ્છા પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.