તસ્કરોનો પડાવ: બે મકાનમાંથી પાંચ મોબાઈલની ચોરી - At This Time

તસ્કરોનો પડાવ: બે મકાનમાંથી પાંચ મોબાઈલની ચોરી


માંડાડુંગરમાં આવેલ ભીમનગર સોસાયટીમાં રહેતા ત્રાટકેલા તસ્કરોએ બે મકાનમાંથી પાંચ મોબાઈલની ચોરી કરી નાસી છુટતા લતાવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસે ગુન્હો નોંધી તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
બનાવ અંગે માંડાડુંગરમાં ભીમનગર શેરી નં.2માં રહેતા કમલેશ ઉર્ફે ભાવેશ દિનેશભાઈ મકવાણા (ઉ.27) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ તેના મિત્ર પ્રેમ રાઠોડ, કાકા રાજેશ મકવાણા સાથે મકાનમાં ઉપરના માળે સુઈ ગયેલ હતા તેને પોતાનો મોબાઈલ સોફા પર રાખેલ મિત્રએ તેનો મોબાઈલ ઓશિકાની બાજુમાં રાખેલ અને કાકાએ પોતાના મોબાઈલ ટીપોઈ પર રાખી સુઈ ગયેલ હતા બાદમાં રાત્રીના બે વાગ્યાની આસપાસ તેમના મિત્રએ જોયેલ તો ફોન મળી આવેલ નહી બાદમાં ત્રણેયના મોબાઈલ અંગે તપાસ કરતા ગુમ થયેલ હોવાનું જાણવા મળેલ હતું. બાદમાં શેરીમાં માણસો ભેગા થઈ ગયેલ અને શેરીમાં રહેતા પરમેશ્ર્વર ગુપ્તાના ઘરમાંથી પણ બે મોબાઈલ ચોરી થયા હોવાનું જાણવા મળ્યુ હતું.
જેથી ફરિયાદી સહિતના લોકોના પાંચ મોબાઈલ રૂા.24000ના મુદામાલ કોઈ અજાણ્યા શખ્સ ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી લઈ નાસી છુટયો હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુન્હો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image