BA અને B.Com સહિતના 61 હજાર વિદ્યાર્થી આજથી પરીક્ષા આપશે , 71 ઓબ્ઝર્વર મુકાયા
સિન્ડિકેટ સભ્યો સહિતના માનીતાઓની કોલેજમાં ઓબ્ઝર્વર ન મોકલવા સેટિંગ
117 પરીક્ષા કેન્દ્રમાં વ્યવસ્થા, ત્રણ સેશનમાં 18મી સુધી પરીક્ષા લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના બીએ, બી.કોમ. સહિત જુદા જુદા કોર્સના અંદાજિત 61 હજાર વિદ્યાર્થીની આજથી 5મા સેમેસ્ટરની પરીક્ષા શરૂ થઇ રહી છે. આ પરીક્ષા સવારે 8થી 10.30, 11.30થી 2 અને 3થી 5.30 સુધી એમ ત્રણ સેશનમાં લેવાશે, પરંતુ યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાઓમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, જેટલા પરીક્ષા કેન્દ્રો નિર્ધારિત કરાય છે તેમાંથી ખૂબ ઓછી સંખ્યામાં ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવી રહ્યાં છે અને તેમાં પણ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય હોય, એકેડેમિક કાઉન્સિલના સભ્ય હોય કે કુલપતિના માનીતાની કોલેજ હોય તેમાં ઓબ્ઝર્વર નહીં મોકલીને સેટિંગ કરવામાં આવી રહ્યું હોવાનું કોલેજના જ સૂત્રોએ જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.