જસદણમાં લાતી પ્લોટ ને જોડતા પુલ (કાળિયા બ્રિજ)નું નવીનીકરણ થશે : વાહન આવક જાવક ડાયવર્જનને લઈને કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું
જસદણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી લાતી પ્લોટ ને જોડતા બ્રિજ ( કાળિયા બ્રિજ) ઉપર રીપેરીંગ તેમજ નવીનીકરણ થશે અને સમારકામ થશે અને જસદણ નગરપાલિકા દ્વારા વાહનોનું આવન જાવન ચાલુ કરવું કે નહિ જે નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી આ બ્રિજ ઉપર વાહનોના આવન જાવન પર પ્રતિબંધ રહેશે અને આ તકે જૂના બસ સ્ટેશનથી કમરીબાઈ પુલ ઉપર પસાર થઈ અને પુલની જમણી બાજુ સરમાળીયા દાદા ના મંદિર સામે રસ્તા પરથી ગઢડીયા રોડ પર પાણીના સંપ પાસેથી નીકળી સન ટોકીઝ પાસેથી લાતી પ્લોટ વિસ્તારમાંથી ગોખલાણા રોડ તરફ જવાશે તેમજ ગોખલાણા રોડ તરફથી આવતા વાહનો માટે લાતી પ્લોટ પુલના પૂર્વ બાજુના ખૂણેથી સન ટોકીઝ પાસેથી ગઢડીયા રોડ તરફ અને કમરીબાઈ ના પુલ તરફથી જૂના બસ સ્ટેશન આવી શકાશે જે ડાયવર્ઝનને લઈને રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોશી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિને સને 1951 ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 માં દર્શાવેલ શિક્ષા અને પાત્ર થશે. જે જાહેરનામા જણાવ્યું હતું.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.