છેલ્લા બે વર્ષમાં લીમખેડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ હેઠળ રૂ.૨૮૭.૦૯ લાખના ખર્ચે કુલ ૩૯૩ હેકટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ - At This Time

છેલ્લા બે વર્ષમાં લીમખેડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ હેઠળ રૂ.૨૮૭.૦૯ લાખના ખર્ચે કુલ ૩૯૩ હેકટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ


છેલ્લા બે વર્ષમાં લીમખેડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ હેઠળ રૂ.૨૮૭.૦૯ લાખના ખર્ચે કુલ ૩૯૩ હેકટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ

લીમખેડા તાલુકાના ૩૬ ગામોમાં ખેત મજૂરોને રૂ. ૧૭૪.૧૬ લાખની ચુકવણી કરવામાં આવી

 લીમખેડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ છેલ્લાં બે વર્ષમાં રૂ.૨૮૭ લાખથી વધુના ખર્ચે કુલ ૩૯૩ હેકટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ.૯૯.૫૩ લાખના ખર્ચે ૧૨૮ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧૮૭.૫૬ લાખના ખર્ચે ૨૬૫ હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમ, વિધાનસભા ગૃહમાં લીમખેડાના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ ભાભોર દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.

 છેલ્લા બે વર્ષમાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ લીમખેડા તાલુકામાં કુલ ૩૬ ગામોમાં ખેત મજૂરોને રૂ. ૧૭૪.૧૬ લાખની ચુકવણી કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૬ ગામોમાં કુલ રૂ. ૧૧૨.૪૨ લાખની જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૦ ગામોમાં કુલ રૂ.૬૧.૭૪ લાખની ચુકવણી કરવામાં આવી છે. તેમ મંત્રીશ્રીએ પૂછાયેલા પુરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૦૨૯ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૨૨૫ હેકટર, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૭૦, વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૪૪ હેકટર, વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૨૫ હેકટર તથા વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૬૫ હેકટર વિસ્તાર એમ કુલ ૧૦૨૯ હેકટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે તેમ પણ મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.