ખેડૂતો ને ક્યાં સુધી લૂંટશો ? ખેડૂતો સાથે વિશ્વાસઘાત નકલી સામે અનેક સવાલ. નકલી જંતુ નાશક દવા બનાવી ખેડૂતો ને ખંખેરવા ના કૌભાંડ પોલીસ મોટા માથા સુધી પહોંચશે ? કે આંડું પાંડુ ને આરોપી બનાવી સંતોષ માનશે - At This Time

ખેડૂતો ને ક્યાં સુધી લૂંટશો ? ખેડૂતો સાથે વિશ્વાસઘાત નકલી સામે અનેક સવાલ. નકલી જંતુ નાશક દવા બનાવી ખેડૂતો ને ખંખેરવા ના કૌભાંડ પોલીસ મોટા માથા સુધી પહોંચશે ? કે આંડું પાંડુ ને આરોપી બનાવી સંતોષ માનશે


ખેડૂતો સાથે વિશ્વાસઘાત નકલી સામે અનેક સવાલ.

નકલી જંતુ નાશક દવા બનાવી ખેડૂતો ને ખંખેરવા ના કૌભાંડ પોલીસ મોટા માથા સુધી પહોંચશે ?

કે આંડું પાંડુ ને આરોપી બનાવી સંતોષ માનશે

અમરેલી જિલ્લા માં તાલુકા પોલીસ ની હદ માં નકલી દવા બનાવતી ફેકટરી તો ઝડપાઇ પણ મોટા માથા સામે તંત્ર નિષ્પક્ષ તપાસ કરશે ? ખેડૂતો ને નકલી દવા પધરાવી જગત ના તાત ખેડૂતો ને ખંખેરવા ના કૌભાંડ માં જિલ્લા ખેતવાડી અધિકારી અને એસ ઓ જી ના સયુંકત દરોડા માં બનાવટી જંતુ નાશક દવા ના નામે કરોડો નું કૌભાંડ આચારી ખેડૂતો ને રાતા પાણી એ રડાવનાર ચીટરો સામે કડક કાર્યવાહી અને દાખલા રૂપ સજા થવી જોઈ એ મહા મહેનત અને મોંઘા બિયારણ બાદ નકલી દવા ના કારણે પાક મહેનત પછી પણ નિષ્ફળ જતા જગત તાત સાથે છેતરપિંડી કરનાર મોટા માથા ઓના બદલે આંડું પાંડુ ને આરોપી બનાવી દેવા થી શુ ? ખેડૂતો ને મહેનત અને વળતર મળશે ૧૦ હજાર સુધી ના ભાવે એક લીટર દવા ખરીદી ઉજળી આશા એ કાળી મજૂરી કરતા ખેડૂતો સાથે આટલો મોટો વિશ્વાસ ઘાત કરનાર સુધી પોલીસ પહોંચશે ? આ નકલી દવા બનાવતી ફેકટરી કોની જમીન માં આવેલ ? આ જમીન માં ઇન્ડ્સટીઝ ઉપીયીગ માટે બિન ખેતી કરાયેલ છે ? પુથ કરણ પ્રક્રિયા પરીક્ષણ સર્ટીફિકેશન ઓફ ટેગ ક્વોલિટી કન્ટ્રોલ નું લાયસન્સ મેળવેલ છે ? બધું અઘરો અધર કેમ ? આ ફેકટરી જે જમીન માં ચાલતી હતી તે જમીન કોની માલિકી ની ? ભાડે આપી કે ભાગીદારી ? ખેતી ની જમીન નો ઔદ્યોગિક ઉપીયોગ કરવા કોની મંજૂરી ? જંતુ નાશક દવા ના વેચાણ નિયમન ના કાયદા નિતિ ઓ મુજબ ક્યાં એગ્રો માં કેટલા વિક્રેતા ઓ દ્વારા કેટલા ખેડૂતો ને આ નકલી દવા વેચી ? અત્યાર સુધી માં ક્યાં એગ્રો માં કેટલી માત્રા માં દવા સપ્લાય કરાય ? તેનું રેકર્ડ વેચાણ નિયમન કરાયું છે ? નકલી દવા બનાવવા નો ગંભીર અપરાધ કરનાર વિરુદ્ધ જે તે કાયદા ની જોગવાઈ હેઠળ કડક કાર્યવાહી કરી ભોગ બનેલા ખેડૂતો ને વળતર મળે અને આ છેતરપિંડી માં સંડોવાયેલ તમામ વિરુદ્ધ કાર્યવાહી થશે ? કે આંડું પાંડુ ઓને આરોપી બનાવી સંતોષ માની લેવાશે ? યાદ રાખજો ખેડૂતો નું ઝુંપડી નહિ બસે તો તમારા મહેલો પણ નથી બચવા ના ખેડૂતો સાથે વિશ્વાસ ઘાત એ અસમ્ય અપરાધ છે પોલીસે ૧૨ લાખ થી વધુ નો મુદા માલ પ્લાસ્ટિક બોટલો સ્ટીકરો ભલે ઝપ્ત કર્યા પણ આ કૌભાંડ ના મૂળ સુધી પહોંચી મોટા માથા ઓ સુધી પહોંચી નિષ્પક્ષ તપાસ કરે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.