સરહદી પંથકમાં કરાયેલા મીઠાના ખડકો વધતા રણને ગામડાઓ તરફ લઈ આવવામાં ભાગ ભજવશે. - At This Time

સરહદી પંથકમાં કરાયેલા મીઠાના ખડકો વધતા રણને ગામડાઓ તરફ લઈ આવવામાં ભાગ ભજવશે.


આમતો મીઠું પકવવાની અને મીઠું સંગ્રહ કરવાની પરવાનગી ગામડાઓ અને ખેતરો થી દુર રણમાં હોવી જોઈએ પરંતુ સરહદી વિસ્તારના સુઈગામ તાલુકાના બોરું ગામ નજીક મીઠું પકવીને ખેતરો નજીક કરવામાં આવતા મીઠાના સંગ્રહના ખડકોને કારણે સરહદી પંથકના ગામડાઓને બંજર બનાવવામાં આ મીઠાના કરેલ ખડકો પણ થોડો-ઘણો ભાગ ભજવશે, જો કે આ મીઠાના ખડકો કર્યા છે તે કાયદેસરની પરવાનગી લઈને કર્યા છે કે બિન પરવાનગી એ કરેલ છે તે પણ એક સવાલ ઉભો થઇ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં વધતું રણ એ એક મોટી સમસ્યા છે, જો વધતા રણને અટકાવવા પૂરતા પ્રયત્નો કરવામાં નહીં આવે તો તેને કારણે સરહદી પંથકના સ્થાનીક લોકોને હિજરત કરવી પડે તો નવાઈ નહીં,
લોકવાયકા મુજબ પ્રાચીનકાળમાં હિડંબા વન (એટલે જંગલ)તરીકે ઓળખાતો આ પ્રદેશ આજના સમયમાં રણમાં ભસ્મીભૂત થઈ જવાના આરે આવીને ઉભો છે, સરહદી પંથકની જમીનો કાળના મોં-માં ધકેલાઈ રહી હોય તેમ ધીરે ધીરે બંજર બની રહી છે, આમ તો વનવિભાગ દ્વારા ઝાડ તેમજ છોડવાઓના રોપાઓનું રોપણ કરી ક્ષાર વાળી જમીનોને મીઠી બનાવવા માટે પ્રયાસ કરવામાં આવતા હોય છે પરંતુ એ પ્રયાસો પર મીઠાના વહેપારીઓ દ્વારા રણમાં અગરિયાઓ પાસેથી મીઠું ખરીદી કરી બોરું ગામની બાજુમાંથી નીકળતા કસ્ટમ હાઈવે નજીકની જમીનોમાં મીઠાના કરાયેલા ખડકો (ઢગલાઓ)ને કારણે વધતા રણને અટકાવવાના પ્રયત્નો પર પાણી ફેરવાઈ રહ્યું છે, જો આમ જ ચાલતું રહ્યું તો મીઠાના ખડકોને કારણે સરહદી પંથકની મીઠી જમીનો પણ ક્ષારયુક્ત બની જશે અને વધી રહેલું રણ ગામડાઓને ગળી જશે અને ખેતી લાયક જમીનો ખારી થઈ જવાથી ખેતી નહીં થઈ શકે એટલે અહીંના લોકોને હિજરત કરવાનો સમય આવશે તેવું લાગી રહ્યું છે.
જીતેન્દ્રસિંહ ઝાલા-બનાસકાંઠા
મો.૯૯૨૫૯૨૩૮૬૨.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.