અમદાવાદ – લાઠી ગ્રુપ પરિવાર નો ત્રીજો સ્નેહમિલન સમારોહ યોજાયો
અમદાવાદ - લાઠી ગ્રુપ પરિવાર નો ત્રીજો સ્નેહમિલન સમારોહ યોજાયો
અમદાવાદ લાઠી ગ્રુપ પરિવાર ગ્રુપનો ત્રીજો સ્નેહમિલન કાર્યક્રમ તા:૦૫ જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે ૯-૦૦ કલાકે શ્રી ભોજલરામ સિનિયર સીટીઝન મંડળ નિકોલ, બાપુનગર અમદાવાદ ખાતે બહુ ઉત્સાહ અને આનંદ સાથે સંપ્પન થયો....
લાખેણી લાઠીના વતની અને અમદાવાદ આવી વસેલા સેંકડો પરિવારોએ સહભાગી થઇ અને વતન પ્રત્યે વ્હાલ વરસાવ્યું...
ઐતિહાસિક નગર લાઠી પહેલેથી બહુ ભાગ્યશાળી નગર છે, ગાગડિયાના નીરમાં કે લાઠીની માટીમાં કઈંક એવું તત્વ છે, જે લાઠીના નાગરિકોને અતિ સંવેદનશીલ, ઉદારદિલ અને માયાળું બનાવે છે.....
વીર હમીરજી ગોહિલ થી લઈને રાજવી કવિ કલાપીની આ તપોભૂમિ એ શૌર્યરસથી લઈને પ્રેમરસનું આ ભૂમિમાં સિંચન કર્યું છે, અને એક એકથી ચડિયાતા મહામાનવો તૈયાર કર્યા છે...
વતન લાઠીથી અમદાવાદ જઈ વસેલા અનેક મહાનુભાવોને વિચાર આવ્યો કે વતનની યાદ માં આપણે સૌ નાત-જાત, ધર્મ-સંપ્રદાયના ભેદ છોડી એક સંગઠન તૈયાર કરીયે, અને બે- વરસ પહેલા અમદાવાદ - લાઠી ગ્રુપ પરિવાર સંગઠનની રચના કરવામાં આવી સેવા, સહકાર, સંગઠનના મૂળ વિચારને સમર્પિત ગ્રુપ તૈયાર કર્યું, અગાઉના બે સ્નેહમિલન સમારોહને શ્રી અશોકભાઈ બાલાભાઈ સાવલીયાએ સ્પોન્સર કર્યા હતા અને આ ત્રીજો સ્નેહમિલન સમારોહ શ્રી ચેતનભાઈ પ્રેમચંદભાઈ શાહ (સી.પી.શાહસાહેબ, સી.એ) શ્રી હીતેશ ભાઈ વેકરીયા, શ્રી સુનીલભાઈ ડોડીયાએ સ્પોન્સર કર્યો સુંદર આયોજન અને બહુ આનંદ ઉત્સાહ સાથે સ્નેહમિલન સમારોહ પાર પડયો વર્તમાનમાં આપણે સૌ ૨૧'મી સદીમાં જીવી રહ્યા છીએ, આ ટેક્નોલોજી અને ઇન્ટરનેટનો યુગ છે, મોટાભાગના પરિવારના બાળકો વિદેશમાં ઠરીઠામ થયા છે, એટલે આ વૈશ્વિક માનવ બનવાનો યુગ છે, આપણે સૌ સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ જે આપણને વૈશ્વિક દ્રષ્ટિકોણ આપે છે, પણ આ યુગમાં સંગઠિત બનીને રહેવું બહુ મહત્વનું છે, સામાજિક, માનસિક, આર્થિક વિકાસ માટે પણ સંગઠનો બહુ મોટો ભાગ ભજવે છે.....
અમદાવાદ - લાઠી ગ્રુપ પરિવારના સ્નેહમિલનનો કાર્યક્રમ દીપપ્રાગટ્ય અને રાષ્ટ્રગીતના ગાન સાથે શરુ થયો, વતન પ્રત્યે અપાર પ્રેમ રાખનારા મોટાભાગના પરિવારો સાથે એક્ટિવ કમિટી મેમ્બરોએ મુખ્યમહેમાન તરીકે પધારેલા કલાપીના પરમચાહક સંશોધક લેખક શ્રી રાજેશ પટેલનું સ્વાગત કર્યું સમારોહના પ્રમુખસ્થાને શ્રી કરશનભાઇ ભુવા સાહેબ બિરાજિત થયા હતા અને કાર્યક્રમની શુભ શરૂઆત થઇ.....
વતનની યાદો તાઝી કરાવવા મુખ્યવક્તા શ્રી રાજેશભાઈએ લાઠીનો ભવ્યભૂતકાળ વર્તમાન, અને ઉજ્વળ ભવિષ્ય વિષે સંબોધન કર્યું, હાલના સમયમાં લાઠીના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા હીરાઉદ્યોગના લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી મનજીભાઇ ધોળકિયા, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી સવજીભાઈ ધોળકિયા, અને શ્રી ઘનશ્યામભાઈ શંકરના લાઠીના વિકાસમાં યોગદાન આપવા બદ્દલ કૃતજ્ઞભાવે યાદ કર્યા તેમના હસ્તે થયેલા સુંદર કામોની અનુમોદના કરી, લાઠી નગરને સમસ્ત વિશ્વમાં અને સાહિત્ય જગતમાં મોટો ખ્યાતિ અપાવનારા રાજવી કવિ કલાપીના જીવન અને કવન પર વિગતે વાત કરી, અને છેલ્લે લાઠી અને કલાપી વિષે પ્રશ્નોત્તરી અને જવાબો આપ્યા, હાજર સૌ શ્રોતાઓને અજાણી માહિતીઓ અને સત્ય હકીકતોથી અવગત કરાવ્યા, બધાને બહુ આનંદ આવ્યો...
સમારોહનું સંચાલન શ્રી વિપુલભાઈ વધાણીએ કર્યું અને સમાપન પ્રવચન આભાર વિધિ પ્રમુખશ્રી કરશનભાઇ ભુવા સાહેબે કરી હતી, સમારોહને સફળ અને યાદગાર બનાવવા માટે અમદાવાદ લાઠી ગ્રુપ પરિવારના એક્ટિવ મેમ્બર્સ શ્રી શૈલેષભાઈ જાટકીયા, શ્રી પિયુષભાઈ વળીયા, શ્રી વિપુલભાઈ વધાણી, શ્રી રજનીભાઇ પંડ્યા, શ્રી બાબુભાઇ ગજેરા, શ્રી અશોકભાઈ સાવલિયા, શ્રી બાલાભાઈ મેદપરા, શ્રી નિલેશભાઈ શંકરે ખુબ જહેમત ઉઠાવીને સમારોહને ખૂબ સફળ અને યાદગાર બનાવ્યો હતો અને કો-ઓર્ડીનેટ તરીકે શ્રી કિરીટભાઇ ધાનાણીએ વિશેષ સેવા આપી હતી.અમદાવાદ વસતા સૌ લાઠીકરોએ સહપરિવાર પ્રેરક ઉપસ્થિતિ નોંધાવીને સમારોહને યાદગાર બનાવી દીધો હતો, આનંદ ઉત્સાહ અને વતનની યાદો સાથે સૌએ રસપ્રચુર ભોજનનો આનંદ લઈને ફરી મળીશુંના વચન સાથે છુટા પડ્યા હતા...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.