અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોડી ગામે અતિશય વરસાદને કારણે ખેતરોનું ધોવાણ.
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ચાર દિવસથી અતિશય અને ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોડાસા તાલુકાના બોડી ગામના ચતુરસિંહ હિંમતસિંહ ઝાલા ખેતર સર્વે નંબર 388 માં ધોવાણ થતા મોટું નુકસાન થવા પામ્યુ હતું. મહામુલો પાક સહિત ખેતરના વચ્ચોવચ વોગું પડી અને ખેતરનું નામોનિશાન મટી ગયું છે ત્યારે ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી પીડીત ખેડૂતને સહાય આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.