ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો કેદારનાથ સુધી પગપાળા યાત્રાએ નીકળ્યા - At This Time

ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો કેદારનાથ સુધી પગપાળા યાત્રાએ નીકળ્યા


શહેરા,

ભરુચ જીલ્લાના હાસોંટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો ઉત્તરાખંડમા આવેલા પ્રસિધ્ધ જ્યોર્તિલિંગ કેદારનાથ જવા નીકળ્યા છે.પગપાળા ચાલતા આ યુવાનો શહેરા ખાતે આવી પહોચ્યા હતા. દર વર્ષે શ્રાવણ મહિનામા ભારતમા આવેલા ભગવાન શિવના જ્યોર્તિલિંગોની આવેલા છે ત્યા સુધીની પગપાળા યાત્રા કરે છે. આજ સુધી તેઓ 10 જેટલા જ્યોર્તિલિંગોના દર્શન કરી ચુક્યા છે. ભગવાન શિવ સાથે એક આધ્યાત્મિક ભાવ અને શ્રધ્ધા હોવાથી તેઓ આ પ્રકારની યાત્રા કરે છે.

ભરુચ જીલ્લાના હાસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામના 15 જેટલા યુવાનો પ્રસિધ્ધ ચારધામની યાત્રાના મહત્વના ધામ એવા કેદારનાથ બાબાના દર્શને નીકળ્યા છે. શિવભકતો ટ્રેન,બસ થકી ઉત્તરાખંડ પહોચીને ત્યાથી પગપાળા યાત્રા કરે છે. પરંતુ હાસોટના સુણેવ કલ્લા ગામના શિવભકત યુવાનોની શિવભક્તિ જાણીને તમને પણ નમન કરવાનુ મન થશે. આ યુવાનો સાથે અન્ય સાત સહાયક યુવાનો પણ જોડાયા છે. ભગવાન શિવના ભારતમા 12 જેટલા જ્યોર્તિંલિંગો આવેલા છે.આ શિવાલયોમાંથી 10 જેટલા જ્યોર્તિંલિંગો આની યાત્રા પગપાળા કરી ચુક્યા છે.આ 11મા જ્યોર્તિલિંગ કેદારનાથની યાત્રાએ જવા નીકળ્યા છે. હાથમા જળકુંભ લઈને તેઓ શહેરામાથી આવેલા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પરથી પસાર થયા હતા.તેઓ 25 જુલાઈના રોજ નીકળ્યા છે. આમ આ યુવાનો 1452 કિલોમીટરનુ અંતર ચાલીસ દિવસમા કાપીને કેદારનાથ પહોચશે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image