ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. - At This Time

ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી.


ભારત એ લોકશાહી દેશ છે, બાળકો એ આપણાં લોકશાહી દેશનું અવિભાજ્ય અંગ છે. બાળકો લોકશાહીનું મહત્વ સમજે, બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસે, બાળકો ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય, બાળકો શાળાના વિકાસ માટે અને શાળાના સુચારુ વહીવટ માટે યોગ્યતા ધરાવતા બાળ ઉમેદવારોની પસંદગી કરતાં શીખે તેમજ બાળકો પોતાની જવાબદારી સ્વીકારી તેને સારી રીતે નિભાવતા પણ શીખે તેવા હેતુથી શાળાના આચાર્યા શૈલાબેન બારીઆ તેમજ ચૂંટણી કમિશ્નર તરીકે નિમાયેલા શાળાના શિક્ષિકા શિયાલીયા આરતીબેન તથા શાળાના તમામ શિક્ષિકા બહેનોના વડપણ તેમજ માર્ગદર્શન હેઠળ મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગ થકી પેપરલેશ ચુંટણીનું આયોજન કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં શાળાના મહામંત્રી પદ તેમજ વર્ગ મંત્રી માટેની ચૂંટણી શાળાનાં છ વોર્ડમાં યોજવામાં આવી હતી. જેમાં પ્રિસાઇડીંગ, આસિસ્ટંટ પ્રિસાઇડીંગ, પોલીંગ ઓફીસર તેમજ મતદાતા બની ચુંટણીની પ્રક્રિયામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ચૂંટણીમાં સૌથી વધુ મત સાથે દવે જીંકલબેન વિજયી થઇ મહામંત્રી બન્યાં હતાં. તેમજ પ્રમુખપદે હઠીલા યાક્ષીબેન ચુંટાઈ આવ્યાં હતાં. તમામ બાળ ઉમેદવારો, વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા બહેનોએ વિજેતાઓને અભિનંદન આપી કામ કરવાનો ઉત્સાહ વધાર્યો હતોઅને એમના જીતની સૌએ સાથે મળીને ઉજવણી કરી હતી.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.