કુતિયાણા કસ્ટમ ચોકમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા શખ્સને પોરબંદર એલ.સી.બી.એ પકડી પાડ્યો
કુતિયાણાના અમીત રૂપારે લીયા નામના શખ્સને વરલી મટકાના સાહિત્ય સાથે રૂ.૧૦૧૮૦ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી.
ગોસા(ઘેડ) તા. ૦૩/૦૧/૨૫
પોરબંદર જિલ્લાના કુતિયાણ માં કસ્ટમ ચોક,શ્યામ મોબાઈલ ની સામે જાહેરમાં વરલી મટકા ના આંકડાઓ ઉપર બેટિંગ લઈ જુગાર રમતા એક શખ્સને પોરબંદર એલ. સી.બી.એ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
જુનાગઢ રેજના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પોરબંદર જિલ્લામાં દારૂ/જુગાર ની ગેરકાયદે પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા અને વધુમાં વધુ કેશો શોધી કાઢવા કરેલ સૂચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે કાંબરીયા નાઓની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન એ. એસ.આઈ. મુકેશ ભાઈ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ હિમાંશુ ભાઈ મક્કા તથા પોલીસ કોસ્ટેબલ નટવરભાઈ ઓડેદરા ને મળેલ હકીકત આધારે કુતિયાણા ગામ કસ્ટમ ચોક શ્યામ મોબાઈલ સામે જાહેરમાં વરલી મટકા ના આંકડાઓ ઉપર બેટીંગ લઈ જુગાર રમતા અમીત અમૃતલાલ રૂપારેલીયા ઉ.વ.૨૯ રહે. કુતિયાણા ભાદર જાપા, જલારામ મંદિર પાસે તા. કુતિયાણા જિલ્લો પોરબંદરવાળા પાસેથી વરલી મટકાના આંકડા લખેલ પોકેટ ડાયરી નં.૧ તથા બોલપેન નં.૧ તથા રોકડા રૂ.૧૦, ૧૮૦ ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ પોરબંદર એલ. સી. બી.એ શોધી કાઢી કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી /કર્મચારીઓ માં એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયા તથા એ.એસ.આઇ બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોશી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઈ મકવાણા, મુકેશભાઈ માવદીયા તથા પોલીસ હેડ કોસ્ટેબલ ઉદયભાઇ વરૂ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા તથા વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ નાથી બેન કુછડીયા તથા પોલીસ કોસ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજય ભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ રોહિતભાઈ વસાવા વિગેરે રોકાયેલ હતા.
રિપોર્ટર વિરમભાઈ કે આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.