રેલવે સ્ટેશન પરથી જીઈબી કર્મીની પત્નીના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ
રેલવે સ્ટેશન પરથી જીઈબી કર્મીની પત્નીના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ અને ચુનારવાડમાં બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં પોલીસ દોડતી થઈ હતી. બનાવ અંગે જામનગરમાં પંચવટી સોસાયટીમાં આવેલ અવધ એપાર્ટમેન્ટમાં રહેતાં રમેશભાઇ જીવરાજભાઇ પિત્રોડા (ઉ.વ.58) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, હું જામનગર જી.ઇ.બી.માં નોકરી કરૂ છુ. ગઈ તા.26/08/2023 ના મારી પત્ની મનિષાબેન અને પુત્રી સાથે જામનગરથી અમદાવાદ જવા માટે જામનગર વડોદરા ઇન્ટરસીટી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરી અમદાવાદ જતાં હતા.
મારી પત્નીએ ગળામાં સોનાનો ચેઇન પહેરેલ હતો. દરમિયાન રાજકોટ રેલ્વે સ્ટેશન આવતા મારી પત્ની બાથરૂમ કરવા જતા મારી પુત્રીએ તેમને જણાવેલ કે મમ્મી તારા ગળામા પહેરેલ ચેન ક્યા છે તો મારી પત્નીએ તેમના ગળામા જોયેલ તો ચેન મળી આવેલ નહી અને આજુબાજુ તપાસ કરતા મળી આવેલ નહી. જેથી સોનાનો પેંડલ સાથેનો ચેઇન રૂ.80 હજારનો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચિલઝડપ કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.