બાલાસિનોર રૈયોલી લોટામાં મોઢું ફસાઈ જતાં સ્થાનિકોએ બિલાડીના મોઢેથી લોટો દૂર કરતાં હાશકારો થયો
વાયરલ થયેલો આ વીડિયો મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી વિસ્તારનો છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા અબોલા જીવને એક મુસીબતમાંથી બચાવી લેવામાં આવી છે અને બિલાડીના મોઢેથી લોટો દૂર થતા તેને પણ હાશકારો થયો હતો. સામાન્ય રીતે મુંગા પ્રાણીઓ ખોરાકની શોધમાં આમતેમ ફરતા હોય છે. ત્યારે કોઈ સાંકડા વાસણમાં ખોરાક દેખાય તો તે ખાવાની લ્હાયમાં આવી રીતે ફસાય જતા હોય છે અને ગભરાઈની આમતેમ દોટ મૂકે છે.
સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક બિલાડી મુસીબતમાં મુકાયેલી જોવા મળી રહી છે. બિલાડીનું મોઢું એક લોટામાં ફસાઈ ગયું હતું જેથી બિલાડી બાવરી બનીને આમતેમ દોડમધમ કરતી જોવા મળી હતી. મોઢે પોરવાયેલા લોટાના કારણે બિલાડી કંઈપણ જોઈ શકતી ન હતી. તેથી તેણે આંધળી દોટ મૂકી હતી. ત્યારે બિલાડીનો આ વીડિયો સ્થાનિકોએ ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા બિલાડીને મુસીબતમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. થોડીવારમાં બિલાડીના મોઢે ફસાયેલો લોટો બહાર કઢાવમાં આવ્યો હતો. મોઢે ફસાયેલા લોટો મોઢેથી દૂર થતાં જ બિલાડીને મુસીબતમાંથી રાહત મળી હતી.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.