બોટાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ
બોટાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ
જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાની ૮ જેટલી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન,નામ તથા સરનામું ફેરબદલી, સોનોગ્રાફી મશીન ફેરબદલીને આપી બહાલી ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું એ કાયદાકીય સજાપાત્ર ગુનો છે” તે અંગે નાગરિકોમાં જાગૃતિ આવે તેવા સઘન પ્રયાસો હાથ ધરવા જિલ્લા વિકાસ અધિકાશ્રીની તાકીદ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં ગત બેઠકમાં એડવાઈઝરી કમિટીમાં થયેલ કાર્યવાહી નોંધ વંચાણે લઈ જિલ્લાના સેક્સ રેશિયો બાબતે જરૂરી માહિતી મેળવી જિલ્લા કે જિલ્લા બહાર અન્ય કોઇપણ જગ્યાએ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય તો તેવા લોકોની સામે તાકીદે પગલાં ભરવા સુચન કર્યું હતું. જાન્યુઆરી-૨૩ થી માર્ચ-૨૩ સુધીમાં કરવામાં આવેલી ક્લિનીક વેરીફીકેશન તથા આકસ્મિક તપાસના રિપોર્ટ અને કારણદર્શક નોટીસ બાબતે જરૂરી ચર્ચા કરવાની સાથે જિલ્લાની ૮ જેટલી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન, હોસ્પિટલનું નામ તથા સરનામું ફેરબદલી, સોનોગ્રાફી મશીન ફેરબદલીને કલેક્ટરશ્રીએ બહાલી આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાએ “ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું એ કાયદાકીય સજાપાત્ર ગુનો છે” તે અંગે નાગરિકોમાં જાગૃતિ આવે તેવા સઘન પ્રયાસો આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ આ વેળાએ ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કનોરીયાએ પીસી એન્ડ પીએનડીટી એક્ટ અન્વયે જિલ્લામાં થયેલી કામગીરીથી સૌને વાકેફ કર્યાં હતાં. તમામ તાલુકાઓના તાલુકા હેલ્થ ઓફીસરશ્રીઓ સહિત પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના સંબંધિત અમલીકરણ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ, નિકુંજ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.