ધો.10માં અભ્યાસ કરતી બે બહેનપણી ગુમ થતા પોલીસમાં દોડધામ
શહેરમાં ધો.10માં અભ્યાસ કરતી બે બહેનપણી ગુમ થતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. બંને ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે આવેલ રાણી લક્ષ્મીબાઈ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. પ્રવાસમાં જવાની ના પાડતા નારાજ થઈ નીકળી ગયાની શંકા છે.
આ અંગે એક સંગીરાના પિતાએ જણાવ્યું કે, મારું મૂળ ગામ થાનગઢ છે, અહીં લક્ષ્મીનગર અન્ડર બ્રિજ પાસે ભાડા ના મકાનમાં રહું છું. છુટક મજુરી કરું છું. સંતાનમાં એક દિકરો તથા બે દિકરી છે. નાની દિકરી 14 વર્ષની છે. ગઇ તા.18/10/2024ના રોજ સવારના આઠેક વાગ્યે હું જાગેલ અને મારી પત્નીએ મને જણાવેલ કે, દિકરી પ્રવાસમાં જવાનું કહેતી હતી અને મેં તેને કહેલ છે.
તારા પપ્પાએ પ્રવાસમાં જવાની ના કહેલ છે તું સ્કુલે ચાલી જા અને મારી પત્નીએ કહેલ કે દીકરી સ્કુલનો ડ્રેસ પહેર્યા વગર જતી રહી હતી. મને શંકા જતા હું મારી દિકરી જયાં અભ્યાસ કરતી હોય તે સ્કૂલે ગયેલ અને અને ત્યાં સ્કુલ ટિચર તથા પ્રિન્સીપાલને મળતા તેઓએ જણાવેલ કે, દીકરી સ્કુલ પર સવારથી આવેલ નથી.
આસપાસ અને સગા સંબંધીમાં શોધવા છતાં દીકરી ન મળી આવતા પોલીસને જાણ કરી હતી. આ તરફ બીજી દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, તેમને સ્કૂલમાંથી જાણ કરવામાં આવી હતી કે, તેમની 15 વર્ષીય દીકરી જે ધો. 10માં અભ્યાસ કરે છે તે સ્કૂલે આવી નથી. બંને સગીરા એક જ સ્કૂલમાં એક જ ક્લાસરૂમમાં અભ્યાસ કરતી હોય અને બંને બહેનપણી હોય બંને એક જ સમયે ગુમ થતા બંને સગીરા એક સાથે જ ક્યાંક જતી રહી હોવાનું પોલીસને અનુમાન છે. માલવિયાનગર પોલીસે બંને સગીરાના અપહરણ અંગે અંગે ફરિયાદ નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.