વારંવાર રજૂઆતો પછી પણ કામ નહીં થતા દુઃખ ની વાત. સૌરાષ્ટ્ર ના ધોળા રેલવે બ્રીજ વડી ઠેબી કુંકાવાવ વાવડી સનાળા સહિત માર્ગો ને જોડતા પુલ રસ્તા ઓના કામો પુરા કરો રાજ્ય ના મુખ્યમંત્રી ને પત્ર પાઠવતા પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર
વારંવાર રજૂઆતો પછી પણ કામ નહીં થતા દુઃખ ની વાત.
સૌરાષ્ટ્ર ના ધોળા રેલવે બ્રીજ વડી ઠેબી કુંકાવાવ વાવડી સનાળા સહિત માર્ગો ને જોડતા પુલ રસ્તા ઓના કામો પુરા કરો
રાજ્ય ના મુખ્યમંત્રી ને પત્ર પાઠવતા પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર
અમરેલી સૌરાષ્ટ્ર ખાસ કરીને ધોળા રેલ્વે બ્રીજ, વડી ઠેબી કુંકાવાવ તરફનો પુલ તેમજ કુંકાવાવ તાલુકાનાં વાવડી-સનાળા રોડ અંગે અમરેલી-ગાંધીનગર રાજધાનીને જોડતો મુખ્ય માર્ગ ધોળા R.O.B. ના કામ માટે ઘણા લાંબા સમયથી એક તરફના પીલર ઉભા કરેલ છે પરંતુ આગળની કાર્યવાહી કોઇના કોઇ કારણોસર રોકાઇ ગયેલ છે.અમરેલી થી અમદાવાદ તેમજ ગાંધીનગર જવા-આવવા માટે આ મુખ્ય માર્ગ છે. ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને ઉના તરફ જતાં રસ્તાનાં વાહન ચાલકો પણ આ રસ્તા પરથી પસાર થાય છે. પીપાવાવ ગુડ્ઝ ટ્રેઇન નો ખુબ મોટો ટ્રાફિક રહે છે વાહન ચાલકોને ખુબજ મુશ્કેલી ભોગવવી પડે છે આ બાબતે અવાર-નવાર રજુઆત કરી ચુક્યો છું તત્કાલીન ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પણ અનેક પ્રશ્નો પુછયા છે પરંતુ આ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી દુ:ખદ બાબત છે.
તેમજ અમરેલી વડી ઠંબી કુકાવાવ તરફ જતાં રસ્તા ઉપર પુલ બનાવેલ છે અને આ પુલનું કામ પણ ઘણું સારૂ થયેલ છે પરંતુ બંને સાઇડ કુંકાવાવ તરફ અને અમરેલી સોમનાથ મંદિર તરફ વધારે વરસાદ અથવા ઠેબી વડી નું પાણી છોડવામાં આવે ત્યારે પાણી ભરાઇ છે તેના કારણે વાહન ચાલકોને ખુબજ મુશ્કેલી ભોગવવી પડે છે. સરકારશ્રીએ આ પુલ માટે ઘણો ખર્ચ પણ કરેલ છે છતાપણ વાહનચાલકોને નાની ટેકનીકલ મુશ્કેલીનાં કારણે સહન કરવું પડે છે આ બાબતની અનેક વખત રજુઆત કરી ચુક્યો છું પરંતુ પરિણામ શુ છે દુ:ખદ બાબત છે.તેમજ મારા ધારાસભ્ય સમયકાળ દરમ્યાન કુંકાવાવ તાલુકાના વાવડી-સનાળા નોન-પ્લાન રસ્તો મંજુર કરેલ હતો કોઈના કોઈ કારણોસર સામાન્તે બાબતે આ કામ રોકી દેવામાં આવેલ છે. ગોંડલ સ્ટ્રેટ સમયનું એક સાકળ નો રસ્તો હોય તાલુકાનાં જિલ્લા મથકે જોડવા માટે ૧૦ થી ૧૨ કિ.મી. લોકોને લાભ થાય તેમ છે માત્ર ૩ કિ.મી.નો રસ્તો ન બનવાનાં કારણે આ વિસ્તારનાં લોકોને ફરીને જિલ્લા મથકે જવું પડે છે. આ રસ્તો બનાવી દેવામાં આવે તો, વાવડી-સનાળા, સનાળા- જંગર રસ્તો પુર્ણ થયેલ છે અને જંગર-મોટા આકડીયા, અમરેલી વાવડીનું અંતર માત્ર ૨૬ કિ.મી. થાય છે. વાવડી ઉપરાંત તાલાલી, સનાળી, તરઘડી, મેઘાપીપળીયા અને
વડીયા તરફનાં તમામ ગામોને લાભ થાય તેમ છે પરંતુ કોઈના કોઈ કારણોસર આ કામ થતું નથી. આ બાબતમાં અનેક વખત રજુઆતો કરી ચુક્યો છું તે રજુઆતની નકલ સામેલ છે. વિભાગને કડક સુચના આપી આ ત્રણેય કામગીરી ઝડપથી આગળ વધારવામાં આવે તેવી પત્રથી રજુઆત કરી રહ્યો છું. આ બાબતે માર્ગ-મકાન વિભાગનાં સચિવશ્રી, મુખ્ય ઇજનેરશ્રી સૌરાષ્ટ્ર વિભાગ તેમજ અધિક્ષક ઇજનેરશ્રી રાજકોટ સૌરાષ્ટ્ર અમરેલી અને ભાવનગર ને અવાર-નવાર રજુઆતો તેમજ મીટીંગ કરેલ હોવા છતાં પરિણામ આવતું નથી તો આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે વિભાગને સુચન કરશો તેવી પત્રથી રજુઆત છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.