વડાલી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
(રિપોર્ટર:ઝાકીરહુસેન મેમણ )
વડાલી પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ
સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા સારૂ તા.૨૬/૦૬/૨૪ થી તા.૦૭/૦૭/૨૪ સુધીની ખાસ ડ્રાઇવ રાખેલ હોઇ પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ શ્રી સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એસ.જે.ચાવડા, એલ.સી.બી.સાબરકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા એ.એસ.આઇ. સનતભાઇ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. ગોપલભાઇ તથા આ.પો.કો. વિજયકુમાર તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવી વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.
દરમ્યાન એ.એસ.આઇ ચાપાભાઇ નાઓને બાતમી હકિકત મળેલ કે, વડાલી પોલીસ સ્ટેશન થર્ડ ગુર.નં.૫૨૩૦/૨૦૧૯ પ્રોહિ કલમ.૬પઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબના ગુન્હામાં સંડોવાયેલ અને છેલ્લા પાંચ વર્ષથી પકડવાનો બાકી નાસતો ફરતો આરોપી તખતસિંહ રામસિંહ રાજપુત રહે.ડૈયા તા.ઝાડોલ જી.ઉદેપુર રાજસ્થાનનો સફેદ ઝભ્ભો લેગો પહેરેલ છે અને તે વડાલી ધરોઇ ત્રણ રસ્તા ઉભો છે.” જે ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત અન્વયે તાત્કાલીક ટીમના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં સદરી આરોપી મળી આવતાં તેને પુછપરછ કરી સદરી ઇસમ બાબતે ગુન્હાઓના રેકર્ડ તથા ઇ.ગુજકોપ એપ્લીકેશન આધારે તપાસ કરતા સદરી ઇસમ વિરૂધ્ધ વડાલી પોલીસ સ્ટેશન થર્ડ ગુર.નં.૫૨૩૦/૨૦૧૯ પ્રોહિ કલમ.૬પઇ. ૧૧૬બી,૮૧,૯૮(૨) મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનુ જણાઇ આવેલ.
જેથી સદરી નાસતા ફરતા આરોપી તખતસિંહ સ/ઓ રામસિંહ પ્રેમસિંહ રાજપુત ઉ.વ.૫૮ રહે.ઉદેપુર ૧૯/સુર્યમાર્ગ જગદીશ મંદીર તા.જી.ઉદેપુર રાજસ્થાનવાળાને વડાલી પોલીસ સ્ટેશન થર્ડ ગુર.નં.૫૨૩૦/૨૦૧૯ પ્રોહિ કલમ.૬૫ઇ,૧૧૬બી.૮૧.૯૮(૨) મુજબના કામે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ.૩૫(૧)(ઠ) મુજબ આજરોજ અટક કરી આગળની ઘટતી કાર્યવાહી સારૂ વડાલી પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.આમ. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા પ્રોહિબીશનના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા રાજય બહારના આરોપીને પકડવામાં સફળતા મેળવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.