પિતાએ મોબાઈલ જોવાની ના પાડતા 20 વર્ષિય યુવતીનો ઝેરી દવા પી આપઘાત - At This Time

પિતાએ મોબાઈલ જોવાની ના પાડતા 20 વર્ષિય યુવતીનો ઝેરી દવા પી આપઘાત


હાલના મોબાઈલ યુગમાં યુવાનો મોબાઈલમાં આંધળા બન્યા હોય તેમ ઘેલછા લાગી છે. યુવક અને યુવતીઓને જો મોબાઈલ જોવા બાબતે પરિવારજનો ઠપકો આપે તો ઉશ્કેરાટમાં જીંદગીનો અંત આણી દેતા પણ અચકાતા નથી. તેવો જ એક બનાવ શહેરની ભાગોળે આવેલ નવાગામમાં બન્યો હતો. પિતાએ વધુ પડતો મોબાઈલ જોતી પુત્રીને મોબાઈલ જોવાની ના પાડતા 20 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ નવાગામમાં આવેલ રંગીલા સોસાયટીમાં રહેતી દેવાંશીબેન લાખાભાઈ મેર (ઉ.20) ગઈકાલે રાત્રે 12-30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને પરીવારજનો દ્વારા તાત્કાલીક સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતી. જયાં ફરજ પરના તબીબોએ યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા જમાદાર મહાવીરસિંહ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃતક યુવતી ત્રણ ભાઈની એકની એક બહેન હતી.
તેના પિતા મજુરી કામ કરે છે. છેલ્લા ચાર દિવસથી યુવતી વધુ પડતી મોબાઈલ જોતી હોવાથી તેના પિતા લાખાભાઈએ મોબાઈલ જોવા બાબતે ઠપકો આપ્યો હતો અને હવે મોબાઈલ લેવો નહીં તેવું કહેતા તેનું માઠું લાગી આવતા યુવતીએ ઉશ્કેરાટમાં આવી અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. પરિવારની એકની એક પુત્રીના મોતથી અરેરાટી સાથે શોક છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.