શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-ગાંધીનગર અને બોટાદ જિલ્લાની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ડેમો આપીને બાળકોને 108 સેવાથી માહિતગાર કરવામાં આવ્યાં
(અજય ચૌહાણ)
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની સાળંગપરડા પ્રાથમિક શાળામાં બાળકોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ની સેવા-સુવિધા-સાધનો અને પ્રાથમિક સારવાર વિશે માહિતી આપીને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. જેમાં બાળકોને જરૂરી માહિતી-સારવાર અને સાધનો વિશેની માહિતી આપી, શું કરવું-શું ન કરવું જેવી ઉપયોગી માહિતી આપી સમજાવામાં આવેલ,બાળકો દ્વારા પણ કેટલાંક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં જેનો 108 સ્ટાફ દ્વારા સંતોષકારક રીતે જવાબ આપવામાં આવેલ, શિક્ષણ સાથે સંકટ સમયે જરૂરી લાઈફ સ્કિલ પણ જરૂરી છે આવી અનેક બાબતો થી વાકેફ કરાવામાં આવ્યા હતાં. આ તકે શાળા નાં આચાર્ય કલ્પેશભાઈ અને તમામ શિક્ષક સ્ટાફએ 108 સ્ટાફ નાં ઈ.એમ.ટી ધ્રુવકુમાર પંડ્યા અને પાઇલોટ:-સંજયભાઈ પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
