મનપા દ્વારા વોંકળા સફાઇ શરૂ : 7 વોર્ડમાં જેસીબી ઉતારાયા - At This Time

મનપા દ્વારા વોંકળા સફાઇ શરૂ : 7 વોર્ડમાં જેસીબી ઉતારાયા


મનપાના વોંકળા વિભાગ દ્વ્રારા સ્વચ્છ સર્વેક્ષણ - 2024 અને નિર્મળ ગુજરાત 2.0 અભિયાન હેઠળ પ્રિ-મોન્સૂન વોકળા સફાઈ અંતર્ગત ગઇકાલે વોર્ડ નં.2, 4, 5, 7, 10, 14 અને 15માં આવેલ વોંકળાની સફાઈ કરી આશરે 85 ટન ગાર, કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
પૂર્વ ઝોનના વોર્ડનં.15માં ચુનારાવાડ શેરી નં 4, ડાભી હોટલ પાસે, અરવિંદ ઈન્ડસ્ટ્રીઝ અને કંગાશીયાવાડ, વોર્ડ નં.4માં વોર્ડ નં.4 ઓફિસ પાસે અને ધોળકીયા સ્કુલ પાસેના વોકળા, રોહિદાસપરા અને વોર્ડ નં.5માં આર્યનગર અને વાલ્મિકી આવાસ યોજના પાસેના વોકળામાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
મધ્ય ઝોનના વોર્ડનં. 7માં મણીમાની વાડી ઠક્કર બાપા વાસ નાળા તરફ જે.સી.બી. ડમ્પર દ્વારા, સરદાર નગર-9ના વોકળા, વોર્ડ નં.2માં ઠાકર હોટેલ પાસે, વોર્ડનં.14માં હાથીખાના-17 બોક્ષ ગટરની સફાઈ કરાઇ હતી. પશ્ચિમ ઝોનના વોર્ડ નં.10માં ગુરુજીનગર આવાસ પાસે તથા વામ્બે આવાસ મેન્યુલ તથા ડમ્પર દ્વારા વોકળામાં સફાઈ કરી 8પ ટન ગાર ઉપાડવામાં આવ્યો હતો.
આ કામગીરી કમિશનર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ પર્યાવરણ ઇજનેરો અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.