તલોદ ખાતે મહિલાઓ માટે અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ અંતર્ગત તાલીમ યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા તલોદ ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંતર્ગત તાલીમ યોજાઇ હતી.
આ તાલીમમાં બાગાયત અધિકારીશ્રી સુરેન્દ્રસિંહ પરમારે બાગાયત ખાતાના ગ્રો મોર ફ્રૂટ ક્રોપ અભિયાનની માહિતી સાથે સાથે તેઓએ બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓની પણ માહિતી પૂરી પાડી હતી. શ્રી જે. એમ. પટેલ દ્વારા અર્બન હોર્ટીકલ્ચર વિષે માહિતી આપવામાં આવી હતી. જેમાં અર્બન હોર્ટીકલ્ચરનુ મહત્વ તથા અત્યારના આ આધુનિક યુગમાં અર્બન હોર્ટીકલ્ચરની જરૂરિયાત વિષે ખુબ જ જીણવટ પૂર્વક માહિતી આપી તદઉપરાંત “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” ના પ્રેઝંટેશન સાથે કિચન ગાર્ડન માટેની તાલિમ આપવામાં આવી હતી.તેમજ ફળ અને શાકભાજીના મુલ્યવર્ધન માટે વિવિધ બનવટો અને પ્રાકૃતિક ખેતી વિશેની માહીતી આપી હતી. જેમાં તાલિમાર્થીઓ પોતાના ઘરે શાકભાજી ઉગાડી શકે એ માટેની તમામ માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં બાગાયત અધિકારીશ્રી એસ.કે.ચૌધરી, બાગાયત મદદનીશશ્રી એન. આર. પટેલ સહિત તલોદ નગરપાલીકા વિસ્તારમાંથી ૫૦ જેટલા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
*****
રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી
9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.